વડોદરા કોર્પોરેશનની ખોરાક શાખા દ્વારા ચેકિંગમાં ખાદ્ય પદાર્થોના 21 નમૂના નાપાસ
વડોદરા શહેર વિસ્તારમાં જાહેર જનતાનાં આરોગ્યની સુખાકારી ધ્યાને લઇ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશ્નર અરુણ મહેશ બાબુની સુચનાં મુજબ ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર ડો.મુકેશ વૈદ્યના માર્ગદર્શન હેઠળ ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં જુદાજુદા પ્રકારના આઇસક્રીમ, આમલીની ચટણી, પનીર, પ્રીપેર્ડ ફુડ, તેલ, કોર્ન ફ્લોર, પેકેજ્ડ ડ્રીંકીંગ વોટર, અંજીર, મરચા પાવડર, ફ્રોઝન ડેઝર્ટ વિગેરેનું વેચાણ કરતા રીટેલર, હોલસેલર, ફુડ વેન્ડીંગ એસ્ટાબ્લીસમેન્ટ, રેસ્ટોરન્ટ, ઉત્પાદક, રીપેકર વિગેરેમાં સઘન ઇંસ્પેકશનની કામગીરી કરવામાં આવી હતી.
ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા રીટેલર, હોલસેલર, ફુડ વેન્ડીંગ એસ્ટાબ્લીસમેન્ટ, રેસ્ટોરન્ટ, ઉત્પાદક, રીપેકરમાંથી જુદાજુદા પ્રકારના આઇસક્રીમ, આમલીની ચટણી, પનીર, પ્રીપેર્ડ ફુડ, તેલ, કોર્ન ફ્લોર, પેકેજ્ડ ડ્રીંકીંગ વોટર, અંજીર, મરચા પાવડર, ફ્રોઝન ડેઝર્ટ વિગેરેનાં 21 નમુના ફુડ એનાલીસ્ટ, પબ્લીક હેલ્થ લેબોરેટરી, ફતેગંજ ખાતેના પૃથ્થકરણ રીપોર્ટ આધારે અપ્રમાણસરના જાહેર થયેલ છે. જે પૈકી 21 નમુનાઓ સબ-સ્ટાન્ડર્ડ આવેલ છે. જે વેપારીઓની સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.