Get The App

મંચ પર મુખ્યમંત્રીની હરોળમાં 21 મહાનુભાવો,પાછળ ઓછા

Updated: Jun 6th, 2025

GS TEAM


Google News
Google News
મંચ પર મુખ્યમંત્રીની હરોળમાં 21 મહાનુભાવો,પાછળ ઓછા 1 - image


શહેર ભાજપ પ્રમુખ,પ્રદેશ ઉપાધ્યક્ષ વગેરેનું સન્માન સ્વીકારવા મુખ્યમંત્રી ઉભા થયા ત્યારે હરોળની એક તરફ ધારાસભ્યો વગેરે ઉભા થયા હતા પરંતુ, બીજી તરફ સાંસદો, ઉચ્ચ અધિકારીઓ વગેરેએ બેસી રહ્યા હતા. : કોર્પોરેટરો સાથે CMની બંધબારણે મુલાકાત :  મનપાના રસ્તાકામથી માંડી ટોઈલેટ બ્લોક, કમ્પાઉન્ડ વોલ સહિતના સાગમટે ખાતમુહૂર્ત 

રાજકોટ, : રાજકોટમાં આજે મુખ્યમંત્રીની મુલાકાત વખતે કેટલીક અલપઝલપની વાતો. - મુખ્ય સ્ટેજ કાર્યક્રમમાં આગલી હરોળમાં કોઈ રહી ન જાય તેનું ધ્યાન રાખીને ધારાસભ્યો,સાંસદો,આઈ.એ.એસ.અધિકારીઓ વગેરે સહિત 21ને મુખ્યમંત્રીની હરોળમાં સ્થાન અપાયું હતું.  પાછલી હરોળમાં ગણ્યાગાંઠયા નેતાઓ હતા. મુખ્યમંત્રીની બાજુમાં મેયર અને પા.પૂ.મંત્રીને સ્થાન અપાયું હતું.જિલ્લા કલેક્ટર પ્રભવ જોષી,મેયર નયનાબેન પેઢડીયા, પા.પૂ.મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરાયું હતું, 

 શહેર ભાજપ પ્રમુખ,પ્રદેશ ઉપાધ્યક્ષ વગેરેનું સન્માન સ્વીકારવા મુખ્યમંત્રી ઉભા થયા ત્યારે હરોળની એક તરફ ધારાસભ્યો વગેરે ઉભા થયા હતા પરંતુ, બીજી તરફ સાંસદો, ઉચ્ચ અધિકારીઓ વગેરેએ બેસી રહ્યા હતા.  મુખ્યમંત્રી બાદમાં કોર્પોરેટરોને બંધબારણે મળ્યા હતાં તેમાં દરેક કોર્પોરેટરને પુરી ચકાસણી બાદ પ્રવેશ અપાતો હતો.    મનપાના  રૂ. 5.90 કરોડના એક કામનું લોકાર્પણ અને 50.51 કરોડના કામોના ખાતમુહૂર્ત થયા તેમાં  મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહુર્તોમાં કોઠારીયા રોડ પર 40 લાખના ખર્ચે ટોઈલેટ, 28 લાખના ખર્ચે લાઈટીંગ, પમ્પીંગ સ્ટેશનમાં રિપેરીંગથી માંડીને સૌથી વધુ 14.83 કરોડના ખર્ચે વોર્ડ નં. 4માં રસ્તાકામ સમાવિષ્ટ છે.  -સભા ખુલ્લા મેદાનને બદલે ઓડિટોરિયમમાં રખાતા ડોમ સહિતનો ખર્ચ બચ્યો હતો. રેસકોર્સ મેદાનમાં કાયમ અનિયંત્રીત રીતે ખડકાયેલી રહેતી ફજર,ચકરડી આજે આર્ટગેલરીનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણના પગલે દેખાઈ ન્હોતી. રોડ સમથળ કરાયો હતો અને દબાણો આજપુરતા હટાવાયા હતા.  સર્કલોએ ટ્રાફિક બંદોબસ્ત માટે નહીં દેખાતી પોલીસ આજે મુખ્યમંત્રીના રૂટ પર તૈનાત દેખાતી હતી. 

Tags :