Gujarat IAS Promotion: ગુજરાત સરકારે 2010, 2017 અને 2022 બેચના કુલ 29 IAS અધિકારીઓને બઢતી આપતો બીજો આદેશ જાહેર કર્યો છે. જેમાંથી 2010 બેચના સાત IAS અને 2022 બેચના 10 IAS 'સુપર ટાઇમ સ્કેલ' પર બઢતી આપવામાં આવી છે. તેમજ 2017 બેચના 12 અધિકારીઓને 'જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ'માં બઢતી થઈ છે. મહત્ત્વનું છે આ પહેલા 5 IASની બઢતીનો આદેશ આપવામાં આવ્યો હતો. આમ, નવા વર્ષે કુલ રાજ્યના 34 IASને પ્રમોશન આપવામાં આવ્યું છે
આ નોટિફિકેશન મુજબ, 2010 ની બેચના 7 IAS અધિકારીઓને 'સુપર ટાઇમ સ્કેલ'(લેવલ 14, પે મેટ્રિક્સ ₹1,44,200 - 2,18,200)માં બઢતી (Promotion) આપવામાં આવ્યું છે.
જુઓ યાદી
- IAS આનંદ બાબુલાલ પટેલ, કલેક્ટર, કચ્છ-ભુજ
- IAS સુજીત કુમાર, કલેક્ટર, અમદાવાદ
- IAS ડૉ. નરેન્દ્ર કુમાર મીણા, મ્યુનિસિપલ કમિશ્નર, ભાવનગર
- IAS બી. એચ. તલાટી, કમિશ્નર, ટેકનિકલ શિક્ષણ, ગાંધીનગર
- IAS કે. એલ. બચાણી, કમિશ્નર, માહિતી ખાતું, ગાંધીનગર
- IAS તુષારકુમાર વાય. ભટ્ટ, કલેક્ટર, પાટણ
- IAS હાર્દિક સતીશચંદ્ર શાહ, વડાપ્રધાનના અંગત સચિવ, PMO (તેમની સેવાઓ ભારત સરકાર, નવી દિલ્હી હસ્તક ચાલુ રહેશે)


2022 બેચના IAS અધિકારીઓની બઢતી
2022 બેચના 10 અધિકારીઓને 'સીનિયર ટાઇમ સ્કેલ'(પે મેટ્રિક્સ લેવલ 11, ₹67,700 - 2,08,700)માં બઢતી આપવામાં આવી છે. તેઓ હાલના હોદ્દા પર જ કાર્યરત રહેશે, જુઓ યાદી

2017 બેચના IAS અધિકારીઓની બઢતી
2017 બેચના 12 અધિકારીઓને 'જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ'(લેવલ 12, પે મેટ્રિક્સ ₹78,800 - 2,09,200)માં બઢતી આપવામાં આવી છે. જુઓ યાદી




