જામનગર પાલિકા હસ્તકની ગૌશાળામાં “કેર ફોર હ્યુંમીનિટી ફાઉન્ડેશન” દ્વારા 2000 લાડુ તથા 2000 રોટલી ગાયોને ખવડાવાઈ
Jamnagar : જામનગર શહેરમાં પશુ નિયંત્રણ પોલીસીની અમલવારી કરવાના અનુસંધાને મ્યુનિ. કમિશ્નર ડી.એન. મોદી અને નાયબ કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ શહેરમાં રખડતા ભટકતા પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે, આ પશુઓને મ.ન.પા હસ્તકની અલગ અલગ ત્રણ ગૌશાળાઓમાં રાખવામાં આવે છે.
દરમિયાન ગઈકાલ તા. 03-08-2025 ને રવિવારના રોજ જામનગર મહાનગરપાલિકા હસ્તકની હાપા ગૌશાળા ખાતે “કેર ફોર હ્યુંમીનિટી ફાઉન્ડેશન” દ્વારા 2000 લાડુ તથા 2500 રોટલી ગાયોને ખવડાવીને શહેરીજનોને પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડયું છે.
આ ઉમદા કાર્ય, શહેરના લોકોને જાહેરમાં ઘાસચારો ન નાખવા અને આ પ્રકારનું દાન-પુણ્ય કાર્ય કરવા પ્રેરણા આપે છે. આથી શહેરીજનોને જાહેર રોડ રસ્તા પર ઘાસચારો ન નાખવા અપીલ કરવામાં આવી છે, અને જો ઘાસચારો કે અન્ય પ્રકારે દાન-પુણ્ય કરવું હોય તો “JMC Connect App.” મારફત દાન આપવા અથવા મ.ન.પા. હસ્તકની ગૌશાળાઓ ખાતે રૂબરૂ દાન આપવા જામનગર મહાનગરપાલિકા આહ્વાન કરે છે.