વડોદરામાં વાવાઝોડાને કારણે 200 વૃક્ષ ધરાશાયી, રંગરેજ બાદ આઇસ્ક્રીમની ફેક્ટરીમાં પણ આગ, ત્રણના મોત
Vadodara : વડોદરા શહેરમાં ગઈકાલે સાંજે ફુંકાયેલા પ્રચંડ વાવાઝોડાને કારણે ભારે તબાહી મચી છે. ફાયર બ્રિગેડની એક ડઝનથી વધુ ટીમો ગઈકાલે સાંજથી સતત કામ કરી રહી છે.
ઇલોરા પાર્ક વિસ્તારમાં ગઈકાલે ઈલેક્ટ્રીક વાયર તૂટવાથી એક યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે માંજલપુરમાં રીક્ષા ઉપર હોડીંગ પડતા એક યુવકનું મોત થયું હતું. કીર્તિ સ્તંભ પાસે બસના કંડકટરને કરંટ લાગતા તેનું પણ મોત નિપજ્યું હતું.
તો બીજી તરફ 200 થી વધુ વૃક્ષ ધરાશાય થયા હોવાના અહેવાલ છે. ફાયર બ્રિગેડની ટીમો સતત કામ કરી રહી છે અને હજી પણ ફાયર બ્રિગેડ ને કોલ મળી રહ્યા છે. વૃક્ષ ધરાશાય થવાને કારણે એક ડજનથી વધુ વાહનોને નુકસાન થયું છે.
આવી જ રીતે ત્રણ સ્થળે વીજ થાંભલા તૂટી પડવાના પણ બનાવ બન્યા હતા. જ્યારે બે દુકાનોમાં આગ લાગી હતી. અમદાવાદી પોળ પાસે રંગરેજની દુકાનમાં આગ લાગવાનું બનાવ બન્યા બાદ રાત્રે વાઘોડિયા રોડ પુનમ કોમ્પલેક્ષ ખાતે આઇસ્ક્રીમ બનાવતી મીની ફેક્ટરીમાં શોર્ટ સર્કિટ ને કારણે લાગતા ભારે નુકસાન થયું હતું.