14 વર્ષની તરૃણીને ભગાડીને દુષ્કર્મ આચરનાર 24 વર્ષીય આરોપીને 20 વર્ષની સખ્તકેદ
બંને વચ્ચે પ્રેમસંબંધ હોય તેવું રેકર્ડ પર હોવા છતાં કાયદાની નજરમાં આવો શારીરિક સંબંધ ગુનાઈત કૃત્ય ગણાતું હોઈ પીડીતાને ૭૫ હજાર વળતર ચુકવવા નિર્દેશ
સુરત
બંને વચ્ચે પ્રેમસંબંધ હોય તેવું રેકર્ડ પર હોવા છતાં કાયદાની નજરમાં આવો શારીરિક સંબંધ ગુનાઈત કૃત્ય ગણાતું હોઈ પીડીતાને ૭૫ હજાર વળતર ચુકવવા નિર્દેશ
એકાદ
વર્ષ પહેલાં વરાછા વિસ્તારની 14 વર્ષની તરૃણીને લગ્નની લાલચે ભગાડી જઈને દુષ્કર્મ આચરનાર 24 વર્ષીય આરોપીને પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ શકુંતલાબેન
એન.સોલંકીએ તમામ ગુનામાં દોષી ઠેરવ્યો હતો.કોર્ટે આરોપીને મહત્તમ સજા પોક્સો એક્ટની કલમ-5(એલ)
સાથે વાંચતા કલમ-6 ઈપીકો-376(3),376(2 (જે)ના ગુનામાં 20 વર્ષની સખ્તકેદ,રૃ.10 હજાર
દંડ ન ભરે તો વધુ 1 વર્ષની કેદ તથા ભોગ બનનારને 75 હજાર વળતર ચુકવવા નિર્દેશ આપ્યો છે.
મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વતની 24 વર્ષીય આરોપી સાગર વનરાજભાઈ બારૈયા(રે.ભગીરથ સોસાયટી,વરાછા)એ ગઈ તા.4-9-23ના રોજ ફરિયાદી પિતાની 14 વર્ષની તરૃણીને લગ્નની લાલચે ભગાડી ગયો હતો. તા.4 થી 17 સપ્ટેમ્બર સુધી આરોપીએ પીડીતાને અંબાજી,માઉન્ટ આબુ,સાવરકુંડલા,ભાવનગર જુદી જુદી જગ્યાએ હોટેલમાં રાખીને એકથી વધુ વાર શરીર સંબંધ બાંધ્યો હતો.જે અંગે ભોગ બનનારના ફરિયાદી પિતાએ વરાછા પોલીસમા પોતાની સગીર પુત્રીને કોઈ અજાણ્યો ઈસમ બદકામના ઈરાદે ભગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી.જેની તપાસ દરમિયાન વરાછા પોલીસે બંનેને ઝડપી લઈને આરોપી સાગર બારૈયા વિરુધ્ધ અપહરણ,દુષ્કર્મ આચરીને પોક્સો એક્ટના ભંગ બદલ ધરપકડ કરી જેલભેગો કર્યો હતો.
આ કેસની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવતાં આરોપીના બચાવપક્ષે મુખ્યત્વે જણાવ્યું હતું કે આરોપીની બહેનને ભોગ બનનારના પિતરાઈ ભાઈ સાથે લગ્ન બાબતે ના પાડતાં કિન્નાખોરી રાખીને હાલની ખોટી ફરિયાદ કરી છે.ભોગ બનનારના નિવેદનો વિરોધાભાસી તથા બળાત્કાર ગુજાર્યો હોવાનું તબીબી પુરાવાથી પુરવાર થતું નથી.આરોપી તથા પીડીતા વચ્ચે પ્રેમસંબંધ હોવાનો બચાવ લીધો હતો.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી દિપેશ દવેએ 11 સાક્ષી તથા 27 પુરાવા રજુ કર્યા હતા. જેથી કોર્ટે આરોપીને તમામ ગુનામાં દોષી ઠેરવી ઉપરોક્ત મહત્તમ સખ્તકેદ,દંડ તથા ભોગ બનનારને વીકટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ વળતર ચુકવવા હુકમ કર્યો છે.કોર્ટે જણાવ્યું હતું કે ભોગ બનનાર તથા આરોપી વચ્ચે પ્રેમસંબંધ હોવાનું ખુલે તો પણ ભોગ બનનાર માત્ર 14 વર્ષ ત્રણ માસની છે.જેથી સગીરની સંમતિ કાયદેસરની સંમતિ ગણી શકાય નહીં.સુપ્રિમ કોર્ટે અનેવરસિંગ ઉર્ફે કીરનસિંગ ફતેસિંગ ઝાલા વિ.સ્ટેટ ઓ ગુજરાતમાં મહત્વનો ચુકાદાના તારણને કોર્ટે ધ્યાને લીધો હતો.