બમરોલી રોડ પર 20 વર્ષની નર્સે જાતે ઇન્જેકશન લઇ આપઘાત કર્યો

- મૂળ યુ.પી.ની યુવતીએ પ્રેમ પ્રકરણમાં પગલું ભર્યાની શક્યતા ઃ પ્રાઇવેટ હોસ્પિટલમાં ફરજ બજાવતી હતી
સુરત, :
પાંડેસરામાં બમરોલી રોડ ખાતે શુક્રવારે સવારે ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સે પ્રેમ પ્રકરણમાં ઘરમાં આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
સિવિલ અને પોલીસ પાસેથી મળેલી વિગત મુજબ મુળ ઉતરપ્રદેશમાં દેવળિયાની વતની અને હાલમાં પાંડેસરામાં બમરોલી રોડ ખાતે રહેતી ૨૦ વર્ષીય યુવતીએ શુક્રવારે સવારે પોતાના ઘરમાં ઝેરી દવા કે કોઇ બીજી રીતે આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું હતું. પોલીસે કહ્યુ કે, યુવતીએ પ્રેમ પ્રકરણમાં આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. પણ તપાસ બાદ હકીકત જાણવા મળશે. જોકે તેને હાથમાં ઇન્જેંકશન મુકી આપધાત ક્યો હોવાની શકયતા છે. જયારે સિવિલ ખાતે તેનુ પોસ્ટમોર્ટમ થયા બાદ ડોકટરે કહ્યુ કે, તેણે ઇન્જેંકશન મુકીને આપધાત કર્યો હોવાની સકયતા છે. પણ તેના લીધેલા વિવિધ સેમ્પોલા રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચુ કારણ જાણવા મળશે. જયારે યુવતી પ્રાઇવેટ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી. તે બે ભાઇની એકને એક લાડકવાયી બહેન હતી. તેના મોતના લીધે પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. તેના પિતા લૂમ્સના ખાતામાં નોકરી કરે છે.આ અંગે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે.









