આજવા રોડની ૨૦ વર્ષની યુવતીનો ગળા ફાંસો ખાઇને આપઘાત
આઇ.ઓ.સી.એલ.માં પેટા કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા યુવાને જીવન ટૂંકાવ્યું
વડોદરા,આજવા રોડ પર રહેતી ૨૦ વર્ષની યુવતી અને આઇ.ઓ.સી.એલ.માં પેટા કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા યુવકે ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આજવા રોડ શ્રી હરિ ટાઉનશિપમાં રહેતી ૨૦ વર્ષની સ્નેહા ચંદ્રકાંતભાઇ સોલંકી કોર્પોરેશનમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરે છે. તેમની ૨૦ વર્ષની દીકરી સ્નેહા અભ્યાસ પછી ઘરે જ હતી. આજે બપોરે તેમની દીકરીએ અગમ્ય કારણોસર ઘરે પંખા પર ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે અન્ય એક બનાવની પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ, યુ.પી.ના વારાણસી જિલ્લાના ગૌર ગામમાં રહેતો શુભમ પપ્પુભાઇ બિન્દ ( ઉં.વ.૨૬) હાલમાં બાજવા ગામ જૂના મહાદેવ ફળિયામાં રહેતો હતો. તે પેટા કોન્ટ્રાક્ટમાં આઇ.ઓ.સી.એલ.માં નોકરી કરતો હતો. ગઇકાલે સંાજે તેણે અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો. જે અંગે જવાહર નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.