જામનગરના લીમડાલેન-દરબારગઢ સહિતના વિસ્તારમાં PGVCLની 20 ચેકીંગ ટુકડીને ઉતારી દઈ ચેકીંગ હાથ ધરાતાં વીજ ચોરોમાં ફફડાટ

Jamnagar PGVCL Cheaking : જામનગર શહેરમાં દિવાળીના તહેવારોને અનુલક્ષીને પીજીવીસીએલના વિજ તંત્ર દ્વારા સરપ્રાઈઝ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને શહેરના લીમડાલેન તેમજ દરબારગઢ, કાલાવડ નાકા સહિતના અલગ અલગ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં વીજ વપરાશ થતો હોવાના કારણે આજે વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જામનગર શહેર પીજીવીસીએલના સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝનના વિસ્તારની કુલ 20 જેટલી વિજ ચેકિંગ ટુકડીને વહેલી સવારથી દોડતી કરવામાં આવી છે, અને અલગ અલગ વિસ્તારોમાં વીજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેને લઈને વીજચોરોમાં ફફડાટ મચી ગયો હતો.