Gujarat

વડોદરા જિલ્લામાં 208 ગ્રામ પંચાયતો માટે 11 વાગ્યા સુધી 20 ટકા મતદાન

By GS TEAM
22 Jun 20251 min read
TukuTouch Logo
વડોદરા જિલ્લામાં લાંબા સમય બાદ આજે યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદારો મતદાન માટે ઉત્સાહ બતાવી રહ્યાં છે. સવારે 11 વાગ્યા સુધીમાં 20 ટકા જેટલું મતદાન નોંધાયું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા જિલ્લામાં 208 ગ્રામ પંચાયતો માટે 11 વાગ્યા સુધી 20 ટકા મતદાન

વડોદરા જિલ્લામાં લાંબા સમય બાદ આજે યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદારો મતદાન માટે ઉત્સાહ બતાવી રહ્યાં છે. સવારે 11 વાગ્યા સુધીમાં 20 ટકા જેટલું મતદાન નોંધાયું હતું.

વડોદરા જિલ્લામાં અઢી વર્ષના લાંબા ગાળા બાદ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે. જિલ્લાના આઠ તાલુકા વડોદરા ગ્રામ્ય, પાદરા, ડભોઈ, વાઘોડિયા, કરજણ, શિનોર, સાવલી અને ડેસર તાલુકામાં કુલ 208 પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ તેમજ 10 બેઠકો પર પેટાચૂંટણીઓ યોજાનાર છે. આ પંચાયતોમાં સૌથી વધુ પાદરા તાલુકામાં અને સૌથી ઓછી શિનોર તાલુકામાં પંચાયતોની ચૂંટણી માટે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું હતું.

ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સરપંચપદ માટે કુલ 584 અને સભ્યપદની ચૂંટણી માટે કુલ 2471 ઉમેદવારો વચ્ચે જંગ છે. સાજે છ વાગ્યા સુધી મતદાન બાદ ઉમેદવારોનું ભવિષ્ય મતપેટીઓમાં સીલ થઇ જશે. મતદાન દરમિયાન ઓળખપત્ર સહિત કેટલાક મુદ્દાઓ પર બુથ પર સામાન્ય રકઝકના દૃશ્યો જોવા મળ્યા હતા. ધણીયાવી પંચાયતમાં બેલેટ પેપરમાં નામમાં ભૂલ હોવા મુદ્દે હોબાળો થતા બે કલાક મતદાન બંધ કરવામાં આવ્યું હતું.