આણંદ તાલુકામાં 4 સ્થળેથી 20 શખ્સો જુગાર રમતા ઝડપાયા
- રૂા. 35 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી
- ત્રણોલ, લાંભવેલ, ઉમરેઠના સુંદરપુરા, બોરસદના વાલવોડ ગામેથી જુગારીઓ ઝડપાયા
આણંદ તાલુકાના ત્રણોલ ગામની પ્રાથમિક શાળાની બાજુમાં જુગાર રમતા જયેશભાઈ વિઠ્ઠલભાઈ ઠાકોર, અજય કુમાર દિનેશભાઈ સોઢા, શૈલેષભાઈ રમણભાઈ ડાભી, એઝાઝભાઈ સિરાજભાઈ વોરા અને હાદક દિનેશભાઈ મકવાણાને ખંભોળજ પોલીસે રૂપિયા ૧૮૮૦ના મુદ્દા માલ સાથે, ઉમરેઠ પોલીસે સુંદલ પુરા ગામના સુથારીયા વિસ્તાર નજીક ખુલ્લા ખેતરમાં જુગાર રમતા ગોપાલભાઈ ભીખાભાઈ ઝાલા, રઈજીભાઈ ઉદાભાઈ ચૌહાણ, રાયસંગભાઈ રામાભાઇ ઝાલા, મહંમદભાઈ ગુલામ રસુલ વોરા અને અરવિંદભાઈ રમણભાઈ રાવળને રોકડા ૨૧,૭૦૦ સાથે ઝડપી પાડયા હતા.
ભાદરણ પોલીસે બોરસદ તાલુકાના વાલવોડ ગામના બસ સ્ટેન્ડ નજીક જુગાર રમી રહેલા જીતુભાઈ મણીભાઈ રોહિત, રાવજીભાઈ રાયસંગભાઈ સોલંકી, કાંતિભાઈ જેઠાભાઈ, ભરતભાઈ રમેશભાઈ અને વિજયભાઈ રાયસંગભાઈ સોલંકીને રૂપિયા ૩૬૭૦ના મુદ્દામાલ સાથે જ્યારે આણંદ ગ્રામ્ય પોલીસે લાંભવેલ રાવડાપુરા રોડ ઉપર આવેલ પટાક વિસ્તારમાં ભટ્ટના કુવા નજીકથી જુગાર રમી રહેલા પ્રતિકભાઇ જગદીશચંદ્ર ભટ્ટ, રૂડાભાઈ દાનાભાઈ ગમારા, જગદીશભાઈ રામાભાઈ ગમારા, હર્ષકુમાર દિનેશભાઈ પટેલ અને અરશીભાઈ દેવાભાઈ કરમુરને ૮૨૬૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.