Get The App

પાંડેસરામાં ડમ્પરે માતા પાસે ઉભેલા 20 માસના બાળકને કચડી મારતા મોત

Updated: Dec 26th, 2023

GS TEAM


Google News
Google News
પાંડેસરામાં ડમ્પરે માતા પાસે ઉભેલા 20 માસના બાળકને કચડી મારતા મોત 1 - image


  સુરત :

પાંડેસરા વિસ્તારમાં સોમવારે સાંજે માતા નજીક ઉભેલા ૨૦ માસના માસુમ બાકળને ડમ્પર ચાલકે કચડી નાખતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

સિદ્ધાનગર નહેર પાસે ઝુંપડા પાસે માતા બાળક સાથે ઉભી હતી ત્યારે ડમ્પર બાળક પર ફરી વળ્યું

નવી સિવિલથી મળેલી વિગત મુજબ મૂળ મહારાષ્ટ્રના જલગાંવના વતની અને હાલમાં  પાંડેસરામાં સિદ્ધાર્થનગર નહેર પાસે એસ.એમ.સીના ગોડાઉન નજીક ઝૂંપડામાં રહેતો ૩૩ વર્ષીય આકાશ અમીચંદ ચિતોડીયા ચારથી પાંચ માસ પહેલા રોજીરોટી માટે પરિવાર સાથે સુરતમાં આવ્યા હતા અને દેશી જડીબુટી વેચાણ કરે છે. જોકે સોમવારે સાંજે ઝુપડા નજીક તેમનો બાળક તેની માતા સુનિતા પાસે  ઉભો હતો.

ત્યારે એક ડમ્પર ચાલકે બાળકને કચડી નાખતા ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું.જ્યારે માતાનો બચાવ થયો હતો. જયારે બાળકનો એક ભાઇ છે. તેના મોતને પગલે માતા પિતા આક્રંદ કરવા લાગ્યા હતા. આ અંગે પાંડેસરા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :