વડોદરામાં પાણી પુરવઠાના સ્ત્રોત ખાતે સર્જાતી ખામીની દુરસ્તી કરવા રૂ.20 લાખ વધુ ચૂકવાશે

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનના પાણી પુરવઠા શાખાના દક્ષિણ ઝોન માટે કોન્ટ્રાકટ બેઝ વાર્ષિક ઈજારાથી ઓપરેટર તથા મજુર (માનવદિન) રૂ.75 લાખની નાણાંકીય મર્યાદામાં લેવાના કામે ઇજારદાર મે.વાઇટલ ફેસીલીટીઝ પ્રા.લી.ના સ્થાયી સમિતિના ઠરાવથી મંજુર થયેલા ઈજારામાં વધુ રૂ.20 લાખનો વધારો કરી રૂ.75 લાખ મળી કુલ રૂ.95 લાખની નાણાંકીય મર્યાદા કરવાની તથા મુદત વધુ ત્રણ માસ લંબાવવાની કમિશ્નર તરફથી આવેલી ભલામણ માટેની મંજૂરી માંગી છે.
વડોદરા પાલિકાના પાણી પુરવઠા (ઈલે/મીકે) શાખાના વિતરણ મથકો/પાણીના સ્ત્રોતો ખાતે ઇલેક્ટ્રીકલ સ્પેર્સ સપ્લાય તથા ઇલેક્ટ્રીકલ ઉપકરણોમાં સર્જાયેલ ખામીની જરૂરી દુરસ્તી કરવાના વાર્ષિક ઈજારો કરવાના કામે ઇજારદાર મે.મારૂતી ઇલેક્ટ્રીકલ્સના સ્થાયી સમિતિના ઠરાવથી મંજુર થયેલ ઈજારાની આર્થિક મર્યાદા રૂ.65 લાખમાં રૂ.20 લાખનો વધારો કરી કુલ રૂ.85 લાખનો કરવાની કમિશ્નર તરફથી આવેલી ભલામણને મંજુરી આપવા રજૂ કરાઈ છે.