Gujarat

જામનગર શહેર લાલપુર અને કાલાવડમાં જુગાર અંગે ચાર સ્થળે દરોડા બે મહિલા સહિત 20 જુગારીઓની અટકાયત

By GS TEAM
28 Jun 20252 mins read
TukuTouch Logo
જામનગર શહેર લાલપુર અને કાલાવડ પંથકમાં ગઈ રાત્રે પોલીસે જુગાર અંગે ચાર સ્થળે દરોડા પાડ્યા હતા અને બે મહિલા સહિત 20 પત્તા પ્રેમીઓની અટકાયત કરી લઈ રોકડ રકમ તેમજ જુગારનો સામાન કબજે કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેર લાલપુર અને કાલાવડમાં જુગાર અંગે ચાર સ્થળે દરોડા બે મહિલા સહિત 20 જુગારીઓની અટકાયત

Jamnagar Gambling Raid : જામનગર શહેર લાલપુર અને કાલાવડ પંથકમાં ગઈ રાત્રે પોલીસે જુગાર અંગે ચાર સ્થળે દરોડા પાડ્યા હતા અને બે મહિલા સહિત 20 પત્તા પ્રેમીઓની અટકાયત કરી લઈ રોકડ રકમ તેમજ જુગારનો સામાન કબજે કર્યો છે.

 જુગારનો પ્રથમ દરોડો જામનગરમાં ઠેબા ચોકડી પાસે આવેલી એક વાડીમાં પાડવામાં આવ્યો હતો. જ્યાંથી જાહેરમાં જુગાર રમી રહેલા સાગર દયાળજીભાઈ નકુમ, લાલજીભાઈ બાબુભાઈ કછેટીયા, રોહિત હસમુખભાઈ કછેટીયા, રજનીકાંત જયંતીલાલ નકુમ અને જગદીશ નાનજીભાઈ કછેટીયાની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 12,100 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.

 જુગારનો બીજો દરોડો લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં જુગાર રમી રહેલી કાજલબેન મનુભાઈ માલદી, ઉપરાંત દિવ્યરાજસિંહ ઇન્દ્રજીતસિંહ જાડેજા, પંકજસિંહ નારૂભા જાડેજા, ધર્મેન્દ્રસિંહ રઘુભા જાડેજા અને રણછોડભાઈ ગોરધનભાઈ પટેલની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 18,040 ની રોકડ રકમ કબજે કરી છે.

 જુગાર અંગેનો ત્રીજો દરોડો કાલાવડ નજીક રણુજા રોડ ઉપર એક ધાર્મિક સ્થળની બાજુમાં પાડવામાં આવ્યો હતો. જ્યાંથી ગંજીપાના વડે જુગાર રમી મહેશ મનુભાઈ કપુરીયા સહિત 7 આરોપીની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 12,850 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.

 જુગાર અંગેનો ચોથો દરોડો જામનગરના બેડેશ્વર નજીક ગરીબ નગરમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલી શેરબાનુ લાખાભાઈ સંધિ તેમજ સલીમ કરીમભાઈ જેડા, ઓસમાન જાનમામદ સફિયા, અને રફીક સલીમભાઈ વગેરેની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 4,250 ની રોકડ કબજે કરી છે.