જામનગર નજીક ઢીચડા, જામજોધપુર અને કાલાવડમાં પોલીસના જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા, છ મહિલા સહિત 20 જુગારીઓની અટકાયત
Jamnagar Gambling Raid : જામનગર નજીક ઢીચડા જામજોધપુર અને કાલાવડમાં પોલીસે જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા પાડ્યા હતા, અને છ મહિલાઓ સહિત 20 જુગારીઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.
જુગાર અંગેનો પ્રથમ દરોડો લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમેં જામનગર નજીક ઢીચડા ગામમાં પાડ્યો હતો. ત્યાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા સબીર જુમાભાઈ સુમરા, મહેશ બાબુભાઈ ચાવડા, નરેશ પ્રેમજીભાઈ નારોલા, હિતેશ કિશોરભાઈ સોલંકી, અસલમ અનવરભાઈ સુમરા અને અલારખા હુસેનભાઇ સુમરાની અટકાયત કરી લઇ તેવો પાસેથી રોકડ રકમ અને મોબાઈલ ફોન તથા બાઇક સહિત 1,52,500 ની માલમતા કબજે કરી છે.
જુગાર અંગેનો બીજો દરોડો જામજોધપુર તાલુકાના સોનવડીયા ગામમાં પાડયો હતો. ત્યાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી પૂરીબેન વસંતભાઈ સોલંકી, હંસાબેન વીરજીભાઈ રાઠોડ, કાંતાબેન રૂડાભાઈ ચૌહાણ, ગીતાબેન રવજીભાઈ સિંગરખીયા, નયનાબેન કિરણભાઈ ચૌહાણ, શાંતીબેન કિરીટભાઈ ચૌહાણ, રમેશભાઈ મેપાભાઇ બગડા તેમજ ગોવાભાઇ રામજીભાઈ ચૌહાણ અરજણભાઈ હમીરભાઇ વાઘ વગેરેને ઝડપી પાડ્યા હતા, અને તેઓ પાસેથી રૂપિયા 12,250 રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.
જુગાર અંગેનો ત્રીજો દરોડો કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં પાડ્યો હતો. ત્યાંથી ગંજી પાના વડે જુગાર રમી રહેલા અવેશ અશરફભાઈ સુમરા સહિત પાંચ જુગારીઓને અટકાયત કરી દઈ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.