જામનગર શહેર જિલ્લામાં જુગાર અંગે છ સ્થળે દરોડા : પાંચ મહિલા સહિત 20 જુગારીઓ પકડાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Gambling Crime : જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે સાંજે અથવા મોડી રાત્રે પોલીસે જુગાર અંગે કુલ છ સ્થળે દરોડા પાડ્યા છે, અને પાંચ મહિલા સહિત 20 આરોપીઓની અટકાયત કરી છે.
જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં પ્રથમ દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી પ્રતિમાબેન હિંમતસિંહ ચૌહાણ, મધુબેન બીપીનભાઈ રાવલ, નીતાબા ભરતસિંહ પિંગળ, સુનિતાબેન હિતેન્દ્રભાઈ નાગપાલ, મીનાબેન વલીદાસભાઈ સોલંકી, તેમજ અંકિત વલીદાસ સોલંકી સહિત છ જુગારીઓની રૂપિયાની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 5,070 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.
આ ઉપરાંત જુગાર અંગેનો બીજો દરોડો જામનગર નજીક હાપા વિસ્તારમાં ક્રિષ્ના ટાઉનશિપમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલા રાજેશ રાણાભાઇ ગઢવી, નરેન્દ્રસિંહ છત્રસિંહ ઝાલા સહિત છ જુગારીઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 1,81,500ની માલમતા કબજે કરી છે.
આ ઉપરાંત જામનગર શહેર અને અન્ય ગ્રામ્ય વિસ્તારમાં પોલીસે જુગાર અંગેના જુદા જુદા વધુ ચાર દરોડાઓ પાડવામાં આવ્યા હતા, અને અન્ય આઠ આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે. તેમજ જુગારનો સામાન કબજે કર્યો છે.








