Gujarat

મુસાફરી દરમિયાન ઊંઘી ગયેલા પશ્ચિમ બંગાળના યુવક પાસેથી રૂપિયા 20 હજારની મતાની ચોરી

By GS TEAM
5 Dec 20252 mins read
TukuTouch Logo
દહેજ જીઆઇડીસી ખાતે નોકરી કરતો યુવક ટ્રેનમાં બેસી પશ્ચિમ બંગાળ તેના ઘરે જઈ રહ્યો હતો. તે દરમિયાન ટ્રેનમાં ઊંઘ આવતા યુવક સુઈ ગયો હતો. તે દરમિયાન ચોર તેની ઊંઘનો લાભ લઈને મોબાઈલ અને રોકડા 2000 મળી 20,000 ની મતદાનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો

Summarized by AI; it may make mistakes. Check important info

મુસાફરી દરમિયાન ઊંઘી ગયેલા પશ્ચિમ બંગાળના યુવક પાસેથી રૂપિયા 20 હજારની મતાની ચોરી

Vadodara Theft Case : દહેજ જીઆઇડીસી ખાતે નોકરી કરતો યુવક ટ્રેનમાં બેસી પશ્ચિમ બંગાળ તેના ઘરે જઈ રહ્યો હતો. તે દરમિયાન ટ્રેનમાં ઊંઘ આવતા યુવક સુઈ ગયો હતો. તે દરમિયાન ચોર તેની ઊંઘનો લાભ લઈને મોબાઈલ અને રોકડા 2000 મળી 20,000 ની મતદાનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જેથી યુવકે વડોદરા રેલવે પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.

પશ્ચિમ બંગાળ ખાતે રહેતા કુંદનકુમાર યુગલકિશોર મહંતો ફરીયાદ નોધાવી છે કે દહેજ ખાતે આવેલી જીઆઇડીસીની કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કામ કરૂ છુ, ગઇ 16 ઓક્ટોબરના રોજ હું દહેજથી નીકળી મારા ગામ માનકુંડ પશ્વિમ બંગાળ જવા ભરૂચ રેલવે સ્ટેશનથી જનરલ ટિકિટ લઈ ગુજરાત એક્સ ટ્રેન ભરૂચ રેલવે સ્ટેશન આવતા તેમા પાછળના જનરલ ડબ્બામા બેસી મુસાફરી કરતા વડોદરા આવતો હતો. તે દરમ્યાન મને ઉંઘ આવતા હું સુઈ ગયો હતો અને મારા પેન્ટના ગજવામાં રાખેલ મરૂન કલરનું મની પર્સ જેમાં મારૂ આધારકાર્ડ તેમજ યુનાઇટેડ બેન્ડ ઓફ ઈન્ડીયાનું એ.ટી.એમ કાર્ડ. તેમજ ભરૂચથી વડોદરાની રેલવેની ટિકિટ તેમજ રોકડા રૂપિયા 2 હજાર તથા એક મોબાઇલ રૂ.18 હજાર મળી રૂ.20 હજારની મતાની કોઈ ગઠિયો ચોરી કરી ફરાર થઈ ગયો હતો. મારી ઉંઘની તકનો લાભ લઈ કોઈ અજાણ્યો ચોરે ખેલ પાડ્યો હતો. જેથી મેં ચોર ઇસમ વિરૂધ્ધ 2 ડિસેમ્બરના રોજ ઓનલાઇન ગુજરાત પોલીસ પોર્ટલ ઉપર ઈ-એફ.આઈ.આર કરી હતી. જેથી પોલીસે ગુનો નોધી તસ્કરનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે.