ટ્રકની અડફેટે બાઈક સવાર 2 યુવાનોના મોત
- ઠાસરાના રાણિયા રોડ ઉપર
- કંથરાઈ ગામના બંને યુવકોના મૃતદેહને પીએમ માટે મોકલી કાર્યવાહી
ઠાસરા : ઠાસરાના રાણિયા રોડ ઉપર ટ્રકની અડફેટે બાઈક સવાર કંથરાઈ ગામના બે યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.
ઠાસરા તાલુકાના રાણિયા રોડ ઉપર ટ્રક અને બાઈક વચ્ચે શુક્રવારે સાંજે ૮.૩૦ વાગ્યાના સુમારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક ઉપર સવાર કંથરાઈ ગામના બે યુવાનોના મોત થયા હતા. મૃતક મહેશભાઈ નરવતભાઈ ચૌહાણ અને કેતનભાઈ મહેન્દ્રસિંહ ચૌહાણના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. ત્યારે ડાકોર પોલીસે ઘટના સ્થળે પહોંચી બંને મૃતકોને પીએમ માટે હોસ્પિટલે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.