Gujarat

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ નજીક ટેમ્પો અને બાઈક વચ્ચેના અકસ્માતમાં લૈયારા ગામના બે યુવાનો ઘાયલ

By GS TEAM
9 Feb 20261 min read
TukuTouch Logo
જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા જીજે 27 ટી.જી. 6701 નંબરના ટેમ્પોના ચાલકે ઠોકરે ચડાવતાં બંને મિત્રોને ફેક્ચર સહિતની નાની મોટી ઈજા થઈ હતી,

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ નજીક ટેમ્પો અને બાઈક વચ્ચેના અકસ્માતમાં લૈયારા ગામના બે યુવાનો ઘાયલ

Jamnagar Accident : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા મોહનભાઈ ભીખાભાઈ પડાયા (ઉંમર વર્ષ 45) જેઓ ગત 1 ફેબ્રુઆરીના બપોરના ચારેક વાગ્યાના અરસામાં પોતાના બાઈકમાં મિત્ર હનીફ ભાઈને પાછળ બેસાડીને જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા.

 જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા જીજે 27 ટી.જી. 6701 નંબરના ટેમ્પોના ચાલકે ઠોકરે ચડાવતાં બંને મિત્રોને ફેક્ચર સહિતની નાની મોટી ઈજા થઈ હતી, અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અકસ્માતના બનાવ અંગે ટેમ્પો ચાલક સામે ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે મામલે ધ્રોળ પોલીસ વધુ તપાસ ચલાવે છે.