Get The App

બાબરા નજીક મહાકાય ડમ્પરે બાઇકને ટક્કર મારી દેતાં 2 યુવાનનાં મોત

Updated: Jun 18th, 2025

GS TEAM


Google News
Google News
બાબરા નજીક મહાકાય ડમ્પરે બાઇકને ટક્કર મારી દેતાં 2 યુવાનનાં મોત 1 - image


હીરાની ઘંટીની સરાણ માંજીને પરત ફરી વેળા બનાવ : બનાવ બાદ ડમ્પર ચાલક નાસી છુટયો, ગલકોટડી અને જાનબાઇ દેરડી ગામના બે યુવાનના મૃત્યુ

બાબરા, : બાબરા ભાવનગર રોડ પર હીરાની ઘંટીની સરાણ માંજીને બાઇક પર પરત આવી રહેલા બે યુવાનના બાઇકને ડમ્પરે ટક્કર મારી દેતા એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બીજા યુવાનને રાજકોટ રીફર કરતા હતા ત્યારે સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નીપજ્યું હતું. બનાવની વિગત અનુસાર ગલકોટડી ગામે રહેતા કિશનભાઈ અરજણભાઈ ચૌહાણ (ઉ.વ. 21)  અને લાઠી તાલુકાના જાનબાઈ દેરડી મુકામે રહેતા ભાવેશભાઈ શંભુભાઈ કારીયાણી (ઉ.વ. 22) બને રત્નકલાકારો ગલકોટડી મુકામે આવેલ હીરાના કારખાને હીરા ઘસવાનું કામ કરતા હતા અને બાબરા ખાતે તેઓ પોતાનું બાઇક લઈ હીરા ની જે સરાણ આવે છે માંજવા માટે ગયા હતા અને ત્યાંથી પરત આવતી વખતે અહીં વધાવીયા સાંપહાઉસ સામે ડમ્પરના ચાલકે અડફેટ લેતા કિશનભાઈ નું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે ભાવેશભાઈ ને 108 મારફતે પ્રથમ બાબરા સિવિલ હોસ્પિટલમાં તેમજ વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા પણ પગ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા સારવાર મળે તે પેહલા ભાવેશભાઈ નું પણ મૃત્યુ નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં બાબરા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને અકસ્માત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થયો હતો પોલીસ દ્વારા ડમ્પર ચાલક ને શોધવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :