યુજી-નીટની પરીક્ષામાં રાજકોટના 2 વિદ્યાર્થીઓ રાષ્ટ્રીયકક્ષાએ ઝળક્યા
દેશની શ્રેષ્ઠ મેડીક્લ કોલેજમાં એડમિશન માટે લેવાયેલી : સૌરાષ્ટ્રમાં પ્રથમ સ્થાને ઉતીર્ણ નમ્ય પાનેલીયાનો ઓલ ઇન્ડિયા 55મો બીજા ક્રમે ઉતીર્ણ રૂદ્ર બાવીસીનો 57મો ક્રમ, આયોજનપૂર્વકની મહેનત ફળી
રાજકોટ, : 'સખત પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી, જીવનમાં કારકિર્દી ઘડતર' સહિતની તમામ બાબતોમાં આ સિધ્ધાંત મહત્વનો બની રહે છે. આજરોજ મેડીકલમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવતી નીટ-યુજીની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં રાજકોટનાં બે વિદ્યાર્થી ઓલ ઇન્ડિયા ટોપ-100માં સ્થાન પામ્યા હતા. વિદ્યાર્થી નમ્ય પાનેલીયા ૫૫મા અને બીજા ક્રમે વિદ્યાર્થી રૂદ્ર બાવીસીએ ઓલ ઇન્ડિયા ૫૭મા રેન્કમાં ઉતીર્ણ જાહેર થયા હતા.
નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા આજે મેડીક્લ અને પેરા મેડિકલમાં પ્રવેશ માટે યુજી નીટની પરીક્ષાનું જે પરિણામ જાહેર થયું હતું તેમાં રાજકોટના વિદ્યાર્થી નમ્ય પાનેલીયાએ 720માંથી 654 માર્કસ મેળવી સૌરાષ્ટ્રમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તેઓ ઓલ ઇન્ડિયા ૫૫મા રેન્કમાં ઉતીર્ણ થયા હતા. દિલ્હી એઇમ્સમાં તબીબી વિદ્યાશાખામાં પ્રવેશ મેળવવાની ઇચ્છા સાથે આજે તેઓએ ઉજ્જવળ સફળતા માટે સખત પરિશ્રમ જરૂરી હોવાનું જણાવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે દરરોજ પાંચ થી છ કલાકનું નિયમિત વાંચન અને પ્રશ્નોના જવાબના લેખનની પ્રેક્ટીસ કરવી ખૂબ જરૂરી હોય છે. અત્યારના સમયમાં વાયરલ ઇન્ફેક્શનની બિમારી વધતી જાય છે ત્યારે તેના નિષ્ણાંત તબીબોની વધુ જરૂર છે. તેમાં જણાવ્યું હતું.
નીટની યુજી પરિક્ષામાં રાજકોટમાંથી ઓલ ઇન્ડિયા રેન્ક 57મો મેળવનાર બીજા વિદ્યાર્થી રૂદ્ર બાવીસીને 720માંથી 654 માર્કસ આવ્યા છે. બિઝનેસમેન પિતા અને શિક્ષક માતાના પુત્ર રૂદ્ર બાવીસીએ જણાવ્યું હતું કે નીટ યુજીની પરીક્ષામાં આ વખતે પેપર અઘરૂ હતું પરંતુ આયોજનપૂર્વકની મહેનત કરનારનું પરિણામ ઉજ્જવળ આવે છે. સારી રીતે તૈયારી કરનારા વિદ્યાર્થીનું રીઝલ્ટ ગૌરવવંતુ હોવાનું જણાવી તેઓએ ઓલ ઇન્ડિયામાં 57માં રેન્ક મેળવ્યો હોવાનું જણાવ્યું હતું.
પરિશ્રમ એ જ પારસમણીના સુત્રને સાર્થક કરનારા રાજકોટના વિદ્યાર્થી સિધ્ધ વોરાએ ૬૪૬ માર્કસ સાથે ઓલ ઇન્ડિયા ૯૩મો રેન્ક મેળવ્યો હતો. તેઓએ કારકિર્દી ઘડવાની ઇચ્છા વ્યકત કરી હતી. હિર વેકરિયા નામના વિદ્યાર્થીએ 720માંથી 622 માર્કસ સાથે ઓલ ઇન્ડિયા 411મો રેન્ક અને વિદ્યાર્થીની વાસવી ગોંડલીયાએ ઓલ ઇન્ડિયા રેન્ક 431મો મેળવ્યો હતો. કોઇને હૃદયરોગનાં તો કોઇને ન્યુરો સર્જન બનવાનું સ્વપ્ન હોવાનું આ તેજસ્વી વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. કારકિર્દીના ઘડતરમાં સૌથી વધુ મહત્વનું હોય છે. ફિલ્ડની પસંદગી જે ક્ષેત્રમાં આગળ વધવું છે તે ફિલ્ડ પસંદ કરી ગોલ નક્કી કર્યા પછી આગળ વધવાનું કામ સહેલું હોય છે. અલબત્ત તેના માટે આયોજનપૂર્વકની મહેનત.