Gujarat

નખત્રાણામાં માતાના આડા સંબંધોની શંકામાં 2 દીકરાએ ગળુ દબાવીને કરી હત્યા, પોલીસે બંનેની કરી અટકાયત

By GS TEAM
13 Sep 20252 mins read
TukuTouch Logo
કચ્છના નખત્રાણા તાલુકામાં માતા પર આડા સંબંધોની શંકા રાખીને બે સગા દીકરાઓએ જ માતાનું ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. કાદિયા ગામની વાડીમાં દંપતી અને તેમના બે પુત્ર રહેતા હતા અને પરિવાર ખેતમજૂરી કરતાં હતા. જ્યારે ગત રાત્રે માતા ફોન પર વાતો કરી રહી હતી, જેમાં તેમના દીકરાને શંકા જતાં હત્યા કરી દીધી હતી. સમગ્ર બનાવ અંગે મૃતકના પિતાએ સગીર સહિત બે દીકરા પર પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નખત્રાણામાં માતાના આડા સંબંધોની શંકામાં 2 દીકરાએ ગળુ દબાવીને કરી હત્યા, પોલીસે બંનેની કરી અટકાયત

Nakhatran News : કચ્છના નખત્રાણા તાલુકામાં માતા પર આડા સંબંધોની શંકા રાખીને બે સગા દીકરાઓએ જ માતાનું ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. કાદિયા ગામની વાડીમાં દંપતી અને તેમના બે પુત્ર રહેતા હતા અને પરિવાર ખેતમજૂરી કરતાં હતા. જ્યારે ગત રાત્રે માતા ફોન પર વાતો કરી રહી હતી, જેમાં તેમના દીકરાને શંકા જતાં હત્યા કરી દીધી હતી. સમગ્ર બનાવ અંગે મૃતકના પિતાએ સગીર સહિત બે દીકરા પર પોલીસ ફરિયાદ નોંધાવી છે. 


મળતી માહિતી મુજબ, નખત્રાણાના નાના કાદિયા ગામે હેમલતાબહેન પારાધી (ઉં.વ.40)  પતિ અને બે દીકરા સાથે વાડીમાં રહીને ખેતી-મજૂરીનું કામ કરે હતા. ગઈકાલે મોડી રાત્રે હેમલતા ફોનમાં વાતો કરી રહ્યા હોવાનું જાણતા તેમના બંને દીકરાને માતાના આડા સંબંધની શંકા ગઈ હતી, જેને લઈને તેમણે માતાનું ગળુ દબાવી મોત નીપજાવ્યુ હતું. 

આ પણ વાંચો: અમરેલીના ખાંભામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી 30 વર્ષીય યુવકની હત્યા, 3 આરોપી પોલીસ સકંજામાં

ઘટનાને લઈને વાડી માલિક અને અન્ય સગાસંબંધી પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સમગ્ર મામલે બંને દીકરાઓને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, 'છેલ્લા ઘણાં સમયથી મમ્મી અમને અને પપ્પાને બોલાવતી-ચલાવતી ન હતી. તેમજ રસોઈ બનાવતી ન હતી અને કપડાં પણ ધોતી ન હતી. તે ફોનમાં વાતો કરતી કરતી વાડીએ જતી હતી, જે જોઈને અમને ગુસ્સો આવતા ગળુ દબાવી દીધી હતું.' સમગ્ર મામલે પોલીસે બંને આરોપીની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.