ભાવનગર પોલીસ બેડાના 2 પીઆઈ, 9 પીએસઆઇની બદલી
- સિટી ઉપરાંત ગ્રામ્યના પોલીસ મથકોમાં પીએસઆઈ બદલાયા
- લિવ રિઝર્વમાં રહેલાં પીઆઈની મહિલા પોલીસ સ્ટેશનમાં બદલી, મહિલા પો. સ્ટે. પીઆઈને લિવ રિઝર્વમાં મુકાયા
ભાવનગર પોલીસ બેડામાં ફરજ બજાવતા પીઆઈ એસ.વી શિમ્પીને મહિલા સ્ટેશનથી લિવ રિઝર્વ જ્યારે પીઆઇ પી.એ પટેલને લીવ રિઝર્વ થી મહિલા પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે. તદ્દઉપરાંત પીએસઆઈ એમ આર ભલગારિયાને વેળાવદર ભાલથી નિલમબાગ,પીએસઆઈ જે.ડી નિમાવતને નીલમબગથી વેળાવદર ભાલ,પીએસઆઈ એન આર મકવાણાને મહિલા પોલીસ મથકથી ભરતનગર પોલીસ સ્ટેશન,પીએસઆઈ બી.જી જલુ ને રીડર શાખાથી ઘોઘારોડ, પીએસઆઈ એમ આર રાજપરાને રીડર અરજી શાખાથી બોરતળાવ,પીએસઆઈ એમ એન ચાવડાને લિવ રિઝર્વથી રીડર અરજી શાખા,પીએસઆઈ ડી ડી સોલંકીને લિવ રિઝર્વથી મહિલા પોલીસ સ્ટેશન,પીએસઆઈ વી એચ મોરડિયાને ઘોઘરોડથી લિવ રિઝર્વ અને પીએસઆઈ પી.એચ. વડોદરિયાને સિહોર પોલીસ સ્ટેશનથી પાલિતાણા ડીવાયએસપીના રીડર તરીકે બદલી કરવામાં આવી છે.