Gujarat

જામનગરમાં ગંગેશ્વર મહાદેવ મંદિર નજીક પૂરઝડપે દોડતી કારની હડફેટે બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત : કાર ચાલક સામે ગુનો નોંધાયો

By GS TEAM
12 May 20261 min read
TukuTouch Logo
જામનગરમાં મકચ્છર નગર નજીક ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે ગઈકાલે એક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બે વ્યકતીને ઇજા થઈ છે. પોલીસે કાર ચાલક સામે ગુનો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં ગંગેશ્વર મહાદેવ મંદિર નજીક પૂરઝડપે દોડતી કારની હડફેટે બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત : કાર ચાલક સામે ગુનો નોંધાયો

Jamnagar Accident : જામનગરમાં મકચ્છર નગર નજીક ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે ગઈકાલે એક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બે વ્યકતીને ઇજા થઈ છે. પોલીસે કાર ચાલક સામે ગુનો છે.

આ અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્ત બનેલા આધેડના પુત્ર ફરિયાદી રવિરાજસિંહ સુરેન્દ્રસિંહ ગોહિલ (ઉં.વ.31, રહે. ગાંધીનગર, ગંગેશ્વર મહાદેવ મંદિર સામે, રૂમ નં.45, જામનગર) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ ગ્લાન્ઝા કાર નં. જી જે.10 ડી.આર. 3489 નો ચાલક મોનાણી નૈતિક કારને પૂરઝડપે, બેફિકરાઈ તથા ગફલતભરી રીતે ચલાવી ધસી આવ્યો હતો અને ફરિયાદીના પિતા સુરેન્દ્રસિંહ ગોહિલ તથા તેમના મિત્ર જ્યાં બેઠા હતા ત્યાં કાર ઘુસાડી ઠોકર મારી હતી.

આ અકસ્માતમાં ફરિયાદીના પિતાને માથાના ભાગે, ડાબી બાજુની પાંસળી, છાતી તથા ડાબા પગના ગોળાના ભાગે ઇજાઓ પહોંચી હતી. જ્યારે તેમના મિત્રને ડાબા પગમાં ફ્રેક્ચર તેમજ શરીરે અન્ય મુઢ ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. સીટી “બી” ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.