જામનગરમાં લાલવાડી વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલા પોરબંદર અને ઉત્તર પ્રદેશના બે શખ્સોની અટકાયત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Liquor Crime : જામનગરમાં લાલવાડી વિસ્તારમાં બે શખ્સો દ્વારા ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હોવાની બાતમીના આધારે સિટી એ. ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો. તે દરમિયાન બે શખ્સો શંકાસ્પદ હીલચાલ કરતાં મળી આવ્યા હતા.
પોલીસે બંનેની તલાસી લેતાં તેઓ પાસેથી 13 નંગ મોટી ઇંગ્લિશ દારૂની બાટલી તેમજ 210 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોના ચપટા મળી આવ્યા હતા. પોલીસે રૂપિયા 46,000ની કિંમતનો ઇંગ્લિશ દારૂ કબજે કરી લઈ દારૂની હેરાફેરી કરી રહેલા પોરબંદરના વતની રમેશ ગુલાબભાઈ સોમૈયા તેમજ ઉત્તર પ્રદેશના વતની પૃથ્વીનાથ વસંત યાદવની અટકાયત કરી લીધી હતી.
જે બંને આરોપીઓની પૂછપરછ કરતાં ઉપરોક્ત દારૂનો જથ્થો વલસાડ નજીક વાપીના વતની સુનિલ ગોપાલભાઈ રાજ્યપુરોહિતે સપ્લાય કર્યો હોવાનું કબુલ્યું હતું, જેથી પોલીસે તેને ફરાર જાહેર કરી તપાસનો દોર વાપી વલસાડ સુધી લંબાવ્યો છે.









