Get The App

વડોદરામાં વનખાતાની કામગીરી : 40 નંગ પહાડી પોપટ લઈને વેચાણ કરવા જતાં બે વ્યક્તિ ઝડપાયા

Updated: Jan 8th, 2025

GS TEAM


Google News
Google News
વડોદરામાં વનખાતાની કામગીરી : 40 નંગ પહાડી પોપટ લઈને વેચાણ કરવા જતાં બે વ્યક્તિ ઝડપાયા 1 - image

image : Filephoto

Vadodara Forest Department : વડોદરા વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે વડોદરા ખાતે ગઈકાલે સાંજે જીએસપીસીએની બાતમીને આધારે વન વિભાગે છટકું ગોઠવ્યું હતું. એમાં ડેસર તાલુકાના ગામના બે આરોપી પોપટ લઈને આવતા હતા. જ્યારે પહાડી પોપટ કુલ નંગ 40 થેલીની અંદર ભરેલા હતા એમાં માડી વનરાજ વનુભાઈ અને તેમજ સુભાષભાઈ ગોપાલભાઈ માળી એમ બંને આરોપીઓને વન વિભાગે ઝડપી પાડ્યા છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. 

વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એકટ મુજબ એમની સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે અને જે પહાડી પોપટ છે એ શેડ્યુલ એનિમલ હોય એની સામે સખતમાં સખત દંડ ભરવામાં આવશે અને ફરી આવો ગુનો ન કરે તે માટે એની સમજ આપવામાં આવશે. 40 નંગ પોપટના બચ્ચા હતા. તેઓ એમના જે રેવન્યુ સર્વેની અંદર મોટા જે તાડના ઝાડ હતા એની ઉપર જ્યારે પક્ષીઓ એ માળા કરેલા હોય એવા નાના બચ્ચાઓના માળા વિખેર્યા હોય ત્યારે આ ગંભીર ગુનો કરેલ છે એની સામે કાર્યવાહી કરવામાં આવશે.

Tags :