જામનગર શહેર અને જિલ્લામાં અષાઢી બીજના શુભ દિવસે કોરોનાના મામલે સારા સમાચાર : શૂન્ય કેસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Cororna Update : જામનગર શહેર અને જિલ્લા માટે અષાઢી બીજનો તહેવાર શુકનવંતો સાબિત થયો છે, અને કોરોનાના મામલે ખૂબ જ રાહતના સમાચાર મળ્યા છે. શહેર અને જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી, અને કોરોનાના કેસનો આંકડો શૂન્ય રહ્યો છે. જેથી કોરોનાના મામલે જામનગર શહેર અને સમગ્ર જિલ્લાભરમાં રાહતના સમાચાર મળ્યા છે.
આ ઉપરાંત જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં કોરોનાના બે દર્દીઓ સારવાર મેળવી રહ્યા હતા, જેઓને પણ રજા આપી દેવામાં આવી છે, અને હાલ જી.જી. હોસ્પિટલમાં એક પણ દર્દી દાખલ નથી. ઉપરાંત અન્ય આઠ કોરોના સંક્રમિત દર્દીઓને કોરોના મુકત જાહેર કરવામાં આવ્યા હતા, જેથી હવે શહેરમાં માત્ર 12 એક્ટિવ કેસ છે, અને તમામને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
જામનગર શહેરમાં ગઈકાલ સુધીમાં કોરોનાના કુલ 161 કેસ નોંધાયા છે, જે પૈકી 159 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરી દેવામાં આવ્યા છે, અને હવે માત્ર 12 એક્ટિવ કેસ છે, જેથી જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાની વિદાય નિશ્ચિત મનાઈ રહી છે.









