ગરીબ રથ એક્સપ્રેસ અને કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી દરમિયાન ઊંઘી જતા બે મુસાફરોએ પર્સ ગુમાવ્યા
Bharuch Crime : ગરીબ રથ એક્સપ્રેસ અને કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં નિંદ્રાધીન બે મુસાફરોને નિશાન બનાવી અજાણ્યા ગઠીયા હજારોની મત્તા ભરેલ પર્સની ચોરી કરી ફરાર થઈ જવા અંગે ભરૂચ રેલ્વે પોલીસે ફરિયાદના આધારે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પાલઘર ખાતે રહેતા રિયાઝ મોહમ્મદ ગઈ તા.1 ઓગષ્ટના રોજ અજમેર રેલવે સ્ટેશનથી ગરીબ રથ એક્સપ્રેસના કોચ નં.જી 17 માં મુંબઈ જવા માટે મુસાફરી કરી રહ્યા હતા. અમદાવાદ રેલવે સ્ટેશનથી ભરૂચ રેલવે સ્ટેશન તરફ મુસાફરી દરમ્યાન તેઓ ઊંઘી જતા અજાણ્યો ગઠિયો તેમના પેન્ટના ખિસ્સામાંથી પાકીટ ચોરી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. જે પર્સમાં અગત્યના ડોક્યુમેન્ટ અને રૂ.5 હજાર રોકડા હતા. બીજા બનાવમાં મુંબઈના રહેવાસી હીનાબેન સંગોઇ ગઈ તા.28 જુલાઈના રોજ ભુજથી મુંબઈ જવા માટે કચ્છ એક્સપ્રેસ ટ્રેન કોચ નં. A-2 માં મુસાફરી કરી રહ્યા હતા. ટ્રેન અમદાવાદ રેલવે સ્ટેશન ક્રોસ કર્યા બાદ તેઓ લેડીઝ પર માથા નીચે રાખી ઊંઘી ગયા હતા. અંકલેશ્વર રેલવે સ્ટેશન ક્રોસ થતા તેઓને જાણ થઈ હતી કે, પર્સની ચેન ખુલ્લી હોય તેમાંથી નાનું પર્સ ગાયબ હતું. જેમાં રોકડા રૂ.10,500, રૂ.7 હજારની કિંમતની સોનાની ચેન સહિત કુલ રૂ.21430ની મત્તા હતી. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.