Get The App

જામનગર નજીક હાપા વિસ્તારમાં તેમજ દરેડ વિસ્તારમાં 2 મોટરસાયકલ ચોરીના ગુના નોંધાયા

Updated: Jun 4th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર નજીક હાપા વિસ્તારમાં તેમજ દરેડ વિસ્તારમાં 2 મોટરસાયકલ ચોરીના ગુના નોંધાયા 1 - image

Jamnagar Vehicle Theft : જામનગર નજીક હાપા તેમજ દરેડ વિસ્તારમાં વાહનચોરીના વધુ બે બનાવો પ્રકાશમાં આવ્યા છે. પંચકોશી "બી" ડિવિઝન પોલીસ તથા બેડી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે મોટરસાયકલોની ચોરી થતાં પોલીસે અલગ-અલગ ગુના નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રથમ બનાવમાં દરેડ જીઆઈડીસી વિસ્તારમાં કારખાનાની બહાર પાર્ક કરાયેલ અંદાજે રૂ.50 હજાર કિંમતની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા. જ્યારે બીજા બનાવમાં જામનગર-હાપા રોડ પર આવેલા કિયા શોરૂમ બહાર પાર્ક કરાયેલી અંદાજે રૂ.20 હજાર કિંમતની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે.

બંને બનાવોમાં અજાણ્યા ચોરો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2) હેઠળ ગુના નોંધી સંબંધિત પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે વાહનચોર ટોળકીની સંડોવણી સહિત વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે.