જામનગર શહેરમાં છ વર્ષની એક બાળકી સહિત વધુ બે વ્યક્તિના કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Corona Case : જામનગરમાં આખરે કોરોનાનો ગ્રાફ ધીમે ધીમે નીચે ઉતરતો જાય છે. જોકે ગઈકાલે છ વર્ષની એક બાળકી સહિત બે વ્યક્તિના કોરોના પોઝિટિવ રિપોર્ટ મળ્યા છે. જોકે ગ્રામ્ય વિસ્તારમાં એક પણ કેસ નોંધાયો નથી.
જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ હવે ધીમે ધીમે ઘટતું જાય છે. ગઈકાલે એક બાળકી સહિતના વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા, અને બંનેને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જામનગરમાં ખોજા વાડ વિસ્તારમાં હાજીપીર ચોકમાં રહેતી છ વર્ષની બાળકીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ મળ્યો છે. જ્યારે લીમડાલેન વિસ્તારમાં રહેતા 24 વર્ષના એક પુરુષનો પોઝિટિવ કેસ નોંધાયો છે.
જામનગર શહેરમાં કુલ 155 કોવિડ કેસ નોંધાયા હતા, જ્યારે ગઈકાલે વધુ ત્રણને કોરોના મુક્ત જાહેર કરાતાં હાલ 33 એક્ટિવ કેસ છે, અને હોમ આઇશોલેશનમાં રખાયા છે. ઉપરાંત એક વ્યક્તિ જી.જી.હોસ્પિટલમાં દાખલ છે. ગ્રામ્ય વિસ્તારમાં આજે કોઈ કેસ નોંધાયો નથી.









