Get The App

માતરના સોખડામાં ટ્રાન્સફોર્મરમાંથી ફ્યૂઝ ચોરતા 2 શખ્સ ઝડપાયા

Updated: Sep 24th, 2025

GS TEAM

Google News
Google News
માતરના સોખડામાં ટ્રાન્સફોર્મરમાંથી ફ્યૂઝ ચોરતા 2 શખ્સ ઝડપાયા 1 - image


- જીઈબીના ડેપ્યુટી એન્જિનિયરની ફરિયાદ

- ટ્રાન્સફોર્મરને પણ નુકસાન કર્યું : રૂા. 35 હજારના 24 નંગ ફ્યૂઝ જપ્ત કરી કાર્યવાહી

નડિયાદ : માતર તાલુકાના સોખડા ગામમાં જીઇબીના ટ્રાન્સફોર્મરમાંથી રૂા. ૩૫ હજારના ૨૪ ઈલેક્ટ્રીક ફ્યુઝ ચોરી કરી તોડી નાખી નુકસાન કરતા પોલીસે બે શખ્સોને ઝડપી પાડયા હતા. આ બનાવ અંગે માતર પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ખેડા પંથકમાં જીઇબીના ટ્રાન્સફોર્મરમાંથી ડીપીમાંથી ફ્યુઝ ચોરીના બનાવો વધી રહ્યા છે. ત્યારે ખેડા જીઇબીના ડેપ્યુટી એન્જિનિયર ગૌરાંગ જયંતીભાઈ કાપડિયાએ વાયરમેનને વોચ રાખવા જણાવ્યું હતું. તા.૨૨/૯/૨૫ના બપોરે સોખડાના વાયરમેન સંજયભાઈ રમણભાઈ બેલદાર દૂધની ડેરી પાસે ડીપી આજુબાજુ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મોટરસાયકલ પર આવેલા બે ઈસમો શકમંદ હાલતમાં ઉભા હતા. વાયરમેને ૧૧૨ ઉપર પોલીસને જાણ કરતા માતર પોલીસ સોખડા ગામે દોડી આવી હતી. દરમિયાન ટ્રાન્સફોર્મરના ડીપીના બોક્સમાંથી ફ્યુઝ ચોરી કરી તોડી નાખી નુકસાન કરનાર બંને ઈસમોની અટક કરી પૂછપરછ કરતા સંજયભાઈ જયંતીભાઈ પરમાર તેમજ વિશાલભાઈ ગોવિંદભાઈ રાઠોડ તા. નડિયાદવાળા હોવાનું જણાવ્યું હતું. તેમની થેલીમાંથી રૂા. ૩૫,૩૧૬ના ફ્યુઝ નંગ ૨૪ મળી આવ્યા હતા. આ બનાવ અંગે ગૌરાંગ જયંતીભાઈ કાપડિયાની ફરિયાદના આધારે માતર પોલીસે સંજયભાઈ પરમાર તેમજ વિશાલભાઈ રાઠોડ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Tags :