Gujarat

દારૂની 1220 બોટલ અને બીયરના 72 ટીન સાથે 2 શખ્સ ઝડપાયા

By GS TEAM
10 Sep 20251 min read
દારૂની 1220 બોટલ અને બીયરના 72 ટીન સાથે 2 શખ્સ ઝડપાયા

- સિહોર તાલુકાના દેવગાણા ગામ નજીક

- દારૂ બીયર સહિત રૂ. 5.69 લાખનો મુદ્દામાલ કબ્જે કરી સિહોર પોલીસે ગુનો નોંધ્યો

ભાવનગર : સિહોર તાલુકાના દેવગાણા ગામ નજીક કારમાંથી દારૂ તથા બિયર સહિત કુલ રૂ.૫.૬૯ લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને સિહોર પોલીસે ઝડપી લઈ ગુનો નોંધ્યો છે.

સિહોર તાલુકાના ટાણ ગામેથી દેવગાણા ગામ તરફ કારમાં વિદેશી દારૂનો જથ્થો આવી રહ્યો હોવાની બાતમીના આધારે ગત મોડી રાતે સિહોર પોલીસે દેવગાણા ગામે અગીયાળી રોડ પર વૉચ ગોઠવી બાતમી વાળી જીજે-૧૫-સીબી-૧૨૦૭ નંબરની કારને તપાસતા કારની પાછળની સીટમાં તથા ડિકીમાં રાખેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ ૧૨૨૦ બોટલ તથા બીયરની ૭૨ ટીન મળી કાર સહિત કુલ રૂ.૫.૬૯ લાખના મુદ્દામાલ સાથે જેરામ માલુભાઈ ચૌહાણ (રહે.દેવગાણા) અને કુલદીપ જોરૂભાઈ ડાભી (રહે.ભાવનગર પરા)ને ઝડપી લઈ સિહોર પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે.