Gujarat

ઉમરાળાથી ધોળા વચ્ચે અકસ્માતમાં 2 ના મોત

By GS TEAM
1 Nov 20251 min read
ઉમરાળાથી ધોળા વચ્ચે અકસ્માતમાં 2 ના મોત

- ઉમરાળા પોલીસ મથકમાં ગુનો નોંધાયો

- ધોળા તરફથી આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સના ચાલકે અકસ્માત સર્જ્યો

ભાવનગર : ઉમરાળાથી ધોળા વચ્ચે ખાનગી ટ્રાવેલ્સે બાઈકમાં સવાર બે યુવકોને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. જેમાં બન્ને યુવકોના કમકમાટી ભર્યાં મોત નિપજ્યાં છે. આ બનાવ અંગે ઉમરાળા પોલીસે ખાનગી ટ્રાવેલ્સન ચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ચભાડીયા ગામે રહેતા અક્ષયરાજસિંહ સુજાનસિંહ ગોહિલે ઉમરાળા પોલીસ મથકમાં એઆર-૦૬-સી-૦૪૪૪ નંબરની બસના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગત રોજ તેમના ભાઈ ભદ્રરાજસિંહ અને તેના મિત્ર યુવરાજસિંહ બાઈક લઈને ઉમરાળા કામ સબબ ગયા હતા અને ગત રાત્રિના પરત આવી રહ્યાં હતા ત્યારે રાત્રિના ૧૦.૩૦ કલાકના અરસમાં ઉમરાળાથી ધોળા રોડ પર શિવધારા ઓઈલ મીલ પાસે પહોંચતા ધોળા તરફથી આવી રહેલી ઉક્ત સદગુરૂ શિવમ ટ્રાવેલ્સની ખાનગી બસના ચાલકે તેમની બાઈક સાથે અકસ્માત સર્જી બંન્નેને ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવી ચાલક બસ મુકીને નાસી છૂટયો હતો. બનાવ અંગે ઉમરાળા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.