Get The App

વિરમગામ-નળસરોવર રોડ પર 2 અકસ્માતની ઘટનામાં 2ના મોત, 1 ઈજાગ્રસ્ત

Updated: Sep 21st, 2025

GS TEAM

Google News
Google News
વિરમગામ-નળસરોવર રોડ પર 2 અકસ્માતની ઘટનામાં 2ના મોત, 1 ઈજાગ્રસ્ત 1 - image


Viramgam News : અમદાવાદના વિરમગામ પંથકમાં બે અલગ-અલગ અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. આજે (21 સપ્ટેમ્બર) વિરમગામના શાહપુર ગામ નજીક એસટી બસને અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં બસની અડફેટે આવી જતાં બાઈકચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે બીજી એક ઘટના વિરમગામ-નળસરોવર રોડ પર બની હતી.

અકસ્માતની 2 ઘટનામાં 2ના મોત, 1 ઈજાગ્રસ્ત

મળતી માહિતી મુજબ, વિરમગામના શાહપુર ગામમાંથી બાઈક લઈને નીકળેલા યુવકના બાઈક સાથે એસટી બસની ટક્કર વાગતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બસ નીચે આવતી જતાં બાઈકચાલક યુવકનું મોત થયું હતું. 

આ પણ વાંચો: ભાવનગરમાં વડાપ્રધાનના રોડ શોનું હોર્ડિંગ માથા પર પડતા યુવકને ગંભીર ઇજા, હાલત ગંભીર

બીજી એક અકસ્માતની ઘટના એમ છે કે, વિરમગામ-નળસરોવર રોડ પર યુવક બાઈક લઈને જઈ રહ્યો હતો, ત્યારે અચાનક ભેંસ વચ્ચે આવી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં મોત નીપજ્યું હતું. જ્યારે બાઈકમાં સવાર એક મહિલા ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :