Gujarat

જામનગરના ગઈકાલે રાત્રે બે મિત્રો સામાન્ય બોલાચાલી બાદ બાખડી પડ્યા : બંને પક્ષે સામ સામે હુમલાની ફરિયાદ

By GS TEAM
11 Aug 20251 min read
TukuTouch Logo
જામનગરના ભીમવાસ વિસ્તારમાં ગઈકાલે રાત્રે એકત્ર થયેલા બે મિત્રોને સામાન્ય બાબતમાં ઝઘડો થયો હતો, અને પોત પોતાના મળતીયાને બોલાવીને સામસામેં હુમલો કર્યો હતો, તેમાં બંનેને ઈજા થઈ છે, અને સામસામે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના ગઈકાલે રાત્રે બે મિત્રો સામાન્ય બોલાચાલી બાદ બાખડી પડ્યા : બંને પક્ષે સામ સામે હુમલાની ફરિયાદ

Jamnagar Crime : જામનગરના ભીમવાસ વિસ્તારમાં ગઈકાલે રાત્રે એકત્ર થયેલા બે મિત્રોને સામાન્ય બાબતમાં ઝઘડો થયો હતો, અને પોત પોતાના મળતીયાને બોલાવીને સામસામેં હુમલો કર્યો હતો, તેમાં બંનેને ઈજા થઈ છે, અને સામસામે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.

જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં રહેતા મનીષ ધરમશીભાઈ ગોહિલ નામના 37 વર્ષના યુવાને સામાન્ય બોલાચાલી બાદ પોતાના ઉપર ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પોતાના જ મિત્ર એવા મેહુલ વાઘેલા અને તેના પિતરાઈ ભાઈ અનિલ વાઘેલા ઉર્ફે લાલો, અને જયેશ વાઘેલા વગેરે સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન અને આરોપી મેહુલ પોતાના અન્ય મિત્રો સાથે ભીમવાસ વિસ્તારમાં ઉભા હતા, જ્યાં બંને વચ્ચે બોલાચાલી થયા બાદ વધુ ઉગ્ર ઝઘડો થયો હતો, અને મેહુલે અન્ય આરોપીઓને બોલાવીને આ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે.

આ ઉપરાંત સામા પક્ષે મેહુલ દિનેશભાઈ વાઘેલાએ પણ પોતાના ઉપર અને પોતાના ભાઈઓ પર હુમલો કરવા અંગે મનીષ ગોહિલ સામે વળતી ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને પક્ષે સામ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.