Get The App

જામનગરના શ્રાવણી મેળામાં સ્ટોલવાળા પાસેથી લાંચ લેનાર પાલિકાના પૂર્વ બે અધિકારીને જેલની સજા

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરના શ્રાવણી મેળામાં સ્ટોલવાળા પાસેથી લાંચ લેનાર પાલિકાના પૂર્વ બે અધિકારીને જેલની સજા 1 - image

Jamnagar Corporation Bribe Case : જામનગર મહાનગર પાલિકાના નિવૃત બે અધિકારી સામે લાંચ અંગે ગુનો નોંધાયો હતો. જે અંગેનો કેસ ચાલી જતા અદાલતે બંને અધિકારીઓને એક-એક વર્ષની જેલ સજાનો હુકમ કર્યો હતો. 

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં 2013 ની સાલમાં એક આસામી દ્વારા રમકડાનો સ્ટોલ રાખવામા આવ્યો હતો. જેમાં સ્ટોલની કેટલોક સામાન બહાર પડયો હોય જે પેટે તે વખતના જામ્યુકોના જે તે સમયના અધિકારી સુનિલ ભાનુશાળીએ રૂ.25 હજારની લાંચની માંગણી કરી હતી. આથી સ્ટોલ ધારક દ્વારા એસીબીમાં ફરીયાદ કરવામાં આવતા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમ લાંચની રકમ સુનિલ ભાનુશાળીના કહેવાથી મહાનગરપાલિકાના જે તે સમય ન અન્ય અધિકારી રાજેન્દ્રસિંહ (રાજભા) ચાવડા એ સ્વીકારી હતી, ત્યારે તેને ઝડપી લેવામાં આવ્યા હતા અને લાંચ રૂશ્વત વિરોધી શાખા અધિકારી દ્વારા બંને અધિકારીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ અંગેનો કેસ જામનગરના મુખ્ય સેશન્સ ન્યાયધીશ એન.આર.જોશીની કોર્ટમાં ચાલી જતા ટ્રેપીંગ અધિકારી ઝાલા દસ્તાવેજી પુરાવા તથા સરકારી પંચની જુબાની, સરકારી વકીલની દલીલો ગ્રાહય રાખી બંને અધિકારી સુનિલ ભાનુશાળી અને રાજભા ચાવડાને એક-એક વર્ષની સજા અને 5 હજારનો દંડ અને દંડની રકમ ભરપાઈ કરવામાં ન આવે તો વધુ બે માસની સાદી કેદની સજાનો હુકમ કરવામા આવ્યો હતો.