Gujarat
ચોટીલા તાલુકામાંથી ઓવરલોડ રેતી ભરેલા 2 ડમ્પર ઝડપાયા
By GS TEAM
24 Jun 20251 min read

રૃા.૯૦.૪૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
અકાળા ગામેથી અને ચોટીલા હાઈવે પર પરથી ઝડપાયેલા ડમ્પર માલિક સામે ગુનો
સુરેન્દ્રનગર - ચોટીલા પ્રાંત અધિકારી અને ટીમ દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરી અંગે ચેકીંગ દરમ્યાન અલગ-અલગ વિસ્તારોમાંથી સાદી રેતી ભરેલ બે ડમ્પરો સહિત લાખોનો મુદ્દામાલ કબ્જે કરી ડમ્પર માલીકો સામે કાર્યવાહી હાથધરી છે.
ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા અને ટીમે ગેરકાયદે ખનીજ ચોરી અંગે ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન અકાળા ગામેથી અને ચોટીલા હાઈવે ઉપર જલારામ મંદિર પાસેથી બે ઓવરલોડ ડમ્પર સહિત કુલ રૃા.૯૦.૪૩ લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો અને ચોટીલા મામલતદાર કચેરી ખાતે સીઝ કરવામાં આવ્યો હતો. જ્યારે ઝડપાયેલ ડમ્પરોના માલિક મહેશભાઈ જેમાભાઈ ધોળકીયા (રહે.અકાળા તા.ચોટીલા) અને ભીખાભાઈ વાડોદરીયા (રહે.સામોર તા.જામખંભાળી) સામે કાર્યવાહી હાથ ધરી હતી.









