વડોદરામાં સમાના સ્પામાં રાતે મસાજ કરાવવા જીદે ચડેલા બે પીધેલા મિત્રોએ ધાંધલ મચાવી, સંચાલિકા સાથે ઝપાઝપી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા સમા વિસ્તારમાં આવેલા એક સ્પામાં મસાજ કરવા માટે આવેલા બે પીધેલા મિત્રોએ ભારે ઉત્પાત મચાવતા તેમને પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા.
ભાયલીના સેન્ટર એપાર્ટમેન્ટમાં રહેતા મહારાષ્ટ્રના મીનલબેન વિલ્સને પોલીસને કહ્યું છે કે સમા સાવલી રોડ પર નાઇન સ્ક્વેર ખાતે મારું સ્પા આવેલું છે. જેમાં મસાજ કરાવવા માટે ગઈકાલે મોડી રાત્રે બે જણા આવ્યા હતા. પરંતુ સ્પા બંધ કરવાનો સમય હોવાથી મેનેજરે સર્વિસ આપવાનો ઇન્કાર કર્યો હતો.
જેથી બંને જણા ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળા ગાળી કરવા માંડ્યા હતા. જેથી મહિલા સ્ટાફ પણ બહાર આવી ગયો હતો. હું પણ સ્પા પર આવી ગઈ હતી અને તે વખતે બંને જણાએ મસાજ તો કરી જ આપવી પડશે.. નીચે આવ હું જોઈ લઈશ અહીં ધંધો નહીં કરવા દઈએ... તેમ કહી મારી સાથે ઝપાઝપી કરી ધમકીઓ આપી હતી અને પાર્કિંગમાં જઈ મોટે મોટેથી બુમરાણ મચાવતા હતા.
આ વખતે પોલીસને જાણ કરતા સમા પોલીસની ટીમ આવી ગઈ હતી અને દારૂના નશામાં ચકચૂર એવા ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા લાલચંદ શ્યામલાલ પાલ (રહે સુદામા પૂરી સોસાયટી,ન્યુ સમા રોડ) તેમજ રીયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા મહેન્દ્ર છગનભાઈ મકવાણા (શાંતિ મંગલ સોસાયટી, ન્યુ સમા રોડ) ની ધરપકડ કરી હતી. બંને સામે દારૂ બંધીના ભંગ તેમજ ધમકીઓ આપી ધાંધલ મચાવવા બદલ અલગ-અલગ ગુના દાખલ કરવામાં આવ્યા હતા.









