મધુવન ચોટીલાવાળા હોટલમાંથી 2 બાળ મજૂર મળી આવ્યા
- બાવળા હાઇવે પર આવેલી
- પોલીસે હોટલ સંચાલક સામે ગુનો નોંધ્યો : બાળકોને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલાયા
બગોદરા : બાવળા હાઇવે પર આવેલી મધુવન ચોટીલાવાળા હોટલમાંથી સ્વૈચ્છિક સંસ્થાની મદદથી બાવળા પોલીસે બે બાળ મજૂરને મુક્ત કરાવ્યા હતા. પોલીસે હોટલ સંચાલક સામે ગુનો નોંધ્યો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. હાલ બંને બાળકોને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલાયા છે.
બાવળા હાઇવે પર આવેલી હોટલ 'મધુવન ચોટીલાવાળા કાઠીયાવાડીમાં' બાળ મજૂરો કામ કરતા હોવાની બાતમી સ્વૈચ્છિક સંસ્થા ગુજરાત એસોસિયેશન ફોર વોલન્ટરી એક્શનને મળી હતી. બાતમીના આધારે ૧૧-૦૭-૨૦૨૫ના રોજ એનટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના સહયોગથી બાવળા પોલીસને સાથે રાખી સંસ્થાએ તપાસ કરતા બે બાળકો હોટલમાં કામ કરતા હતા. પોલીસની ટીમે બંને બાળકોને બાળ મુજરીમાંથી છોડાવ્યા હતા. જ્યારે હોટલ માલિક સામે બાવળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખળ કરાવી હતી. બંને બાળકોની પુછપરછ કરતા જણાવ્યું હતું કે તેઓ ગુુજરાત બહારના રાજ્યના વતની છે અને તેમના સગા વાલા કે માતા-પિતા અહીંયા રહેતા નથી. તેથી આ બાળકોને સીડબ્લ્યુસીના ઓર્ડરથી બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવ્યા છે.