Gujarat

વડોદરા રેલ્વે સ્ટેશને પ્લેટફોર્મ પર ઊંઘતા મુસાફરોના મોબાઈલ ચોરીમાં બે ઝડપાયા

By GS TEAM
30 Jun 20251 min read
TukuTouch Logo
વડોદરા રેલવે સ્ટેશન પર આરામ ફરમાવતા મુસાફરના ખિસ્સામાંથી મોબાઈલ ચોરી કરનાર અને તેના સાગ્રિતને રેલવે પોલીસે રંગે હાથ ઝડપીને રૂપિયા 6 હજારનો મોબાઈલ ફોન કબજે કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા રેલ્વે સ્ટેશને પ્લેટફોર્મ પર ઊંઘતા મુસાફરોના મોબાઈલ ચોરીમાં બે ઝડપાયા

વડોદરા રેલવે સ્ટેશન પર આરામ ફરમાવતા મુસાફરના ખિસ્સામાંથી મોબાઈલ ચોરી કરનાર અને તેના સાગ્રિતને રેલવે પોલીસે રંગે હાથ ઝડપીને રૂપિયા 6 હજારનો મોબાઈલ ફોન કબજે કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે. 

આ અંગેની હકીકત એવી છે કે આજવા રોડના મહાવીર હોલ પાછળના ચોળાફળી વાળાના મકાનમાં રહેતા પર પ્રાંતિય બળદેવ કિશોરીલાલ શર્મા મૂળ રહે રાજસ્થાન) નો પુત્ર પિન્ટુ શર્માને રેલવે પોલીસે શંકાના આધારે પકડ્યો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી ચોરીના મોબાઈલ ફોન વડોદરા રેલવે પોલીસે કબજે કર્યા હતા. પૂછપરછમાં મોબાઇલ ચોરે જણાવ્યું હતું કે પ્લેટફોર્મ નંબર ચાર પર રાત્રે ટ્રેનની રાહ જોતા એક મુસાફર સૂઈ ગયો હતો તેના ખિસ્સામાંથી રૂપિયા 6 હજારનો મોબાઈલ ફોન કાઢી લીધો હતો. પોલીસે તેના સાગરીત અને પરપ્રાંતીય મંગલુરામ ખુટ પણ પુત્રને પણ દબોચ્યો હતો. 

તપાસ દરમિયાન પીન્ટુ શર્માના ખિસ્સામાંથી વધુ ત્રણ મોર મોબાઈલ ફોન મળી આવતા રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.