તલાટી, ટીડીઓ, મામલતદારને રજૂઆત છતાં કાર્યવાહી નહીં
સોસાયટીના
કોમન પ્લોટમાં કબજો કરી ગંદકી ફેલાવતા માથાભારે શખ્સો સામે પગલાં ભરવા કલેક્ટરને રજૂઆત
સુરેન્દ્રનગર - લીંબડી તાલુકાના
બોરાણા ગામમાં સોસાયટીના કોમન પ્લોટ ઉપર માથાભારે શખ્સોએ ગેરકાયદે કબજો કરી ઢોર
બાંધી ગંદકી ફેલાવતા ડેન્ગ્યૂના બે કેસ નોંધાતા લોકોમાં ભય ફેલાયો છે. રહિશોએ કોમન
પ્લોટમાં કબજો કરી અને ગંદકી ફેલાવનાર તત્વ સામે પગલાં ભરવા માંગ કરી છે.
બોરાણા
ગામમાં વાસુકી નગર સોસાયટીના કોમન પ્લોટ ઉપર માથાભારે શખ્સોએ ગેરકાયદે કબજો કરી
અને તેમાં ઢોર બાંધી દીધી છે તેમજ ઘરનું દૂષિત પાણીનો નિકાલ કરતા મચ્છરજન્ય રોગ
વકર્યો છે તેમજ ડેન્ગ્યૂ પોઝિટિવના બે કેસ નોંધાતા લોકોમાં ભય ફેલાયો છે. આ મામલે
રહિશોએ માથાભારે શખ્સોને રજૂઆત કરવા છતાં કોમન પ્લોટ ખાલી કરતા નહતા. જેને લઇ
સોસાયટીના સભ્યોએ તલાટી-કમ મંત્રી,
ગ્રામ પંચાયત, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત તેમજ મામલતદારને
રજૂઆત કરવા છતાં કોઇ પગલાં ભરવામાં આવ્યા નહતા. સ્થાનિક તંત્ર દ્વારા
કાર્યવાહી નહીં કરવામાં આવતા વાસુકી નગર વિસ્તારના સ્થાનિક લોકોએ જિલ્લા કલેકટરને
મૌખિક રજૂઆત કરી પોતાની વ્યથા ઠાલવી છે અને ડેન્ગ્યૂ, મેલેરિયા
જેવા મચ્છરજન્ય રોગચાળો ન ફાટી નીકળે તે માટે સત્વરે પગલા ભરી યોગ્ય કાર્યવાહી કરી
અને દવા છંટકાવ ફોગિંગની કામગીરી કરવાની માંગ કરી છે.


