Get The App

ઝઘડિયા GIDC નજીક દધેડા ગામ પાસે 2 બાઈકસવાર 4 શખ્સો બે વ્યક્તિઓના ગળે પંચ રાખી બે મોબાઈલ ફોનની લૂંટ ચલાવી ફરાર

Updated: Aug 30th, 2025

GS TEAM

Google News
Google News
ઝઘડિયા GIDC નજીક દધેડા ગામ પાસે 2 બાઈકસવાર 4 શખ્સો બે વ્યક્તિઓના ગળે પંચ રાખી બે મોબાઈલ ફોનની લૂંટ ચલાવી ફરાર 1 - image


Bharuch Robbery Case : ઝઘડિયા જીઆઇડીસી નજીક દધેડા ગામ પાસે બે બાઈક સવાર ચાર અજાણ્યા શખ્સો બે વ્યક્તિઓના ગળે પંચ રાખી ધમકાવી બે મોબાઈલ ફોનની લૂંટ ચલાવી ફરાર થઈ જવા મામલે ઝઘડિયા જીઆઇડીસી પોલીસે ફરિયાદના આધારે લૂંટારૂઓની શોધખોળ હાથ ધરી હતી.

મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ ઝઘડિયા તાલુકાના દધેડા ગામ ખાતે રહેતા 35 વર્ષીય મનોજકુમાર વિશ્વાકર્મ ઝઘડિયા જીઆઇડીસીની ખાનગી કંપનીમાં મજૂરી કામ કરે છે. ગઈ તા.24 ઓગષ્ટની રાત્રે તેઓ નોકરી પરથી ચાલતા રૂમ ખાતે પરત જઈ રહ્યા હતા. તે સમયે દધેડા ચોકડી પહેલા નાળા પાસે બાઈક સવાર બે અજાણ્યા શખ્સોએ તેમને રોકી સમય પૂછ્યો હતો. આ દરમ્યાન ચોકડી પાસે પણ અગાઉથી બાઈક લઈ બે અજાણ્યા શખ્સો ઉભા રહ્યા હતા. ચારેય શખ્સોએ મનોજકુમારને રોકી તે પૈકીના એક શખ્સે મનોજકુમારના ગળાના ભાગે પંચ રાખી મોબાઈલ ફોન આપી દે નહીં તો અત્યારે મારી નાખીશ તેવી ધમકી આપી રૂ.10,999 ની કિંમતના મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી. તેમજ આ ઘટનાના દસ મિનિટ બાદ ન્યુ બર્ક કંપની પાસે દધેડા ગામના રાસેદ રસીદ ખાનનો રૂ.11,500ની કિંમતના મોબાઇલ ફોનની બે બાઈક ઉપર સવાર 4 અજાણ્યા શખ્સોએ લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા.આશરે 20 થી 22 વર્ષીય લૂંટારૂઓ પાસે એક સ્પોર્ટ્સ અને બીજી સ્પેલેન્ડર બાઈક હતી. ઉક્ત ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા આરોપીઓ સામે લૂંટ, ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Tags :