વડોદરામાં પતિ સાથે મોર્નિંગ વોકમાં નીકળેલી મહિલાના ગળામાંથી અછોડો તોડી બાઈક સવાર આરોપીઓ ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Chain Snatching : વડોદરાના વાઘોડિયા રોડ પર કલાદર્શન સોસાયટીમાં રહેતા 61 વર્ષના જયશ્રીબેન યોગેશભાઈ કુલકર્ણી ગત 20 મી તારીખે સવારે 5:00 વાગ્યે પતિ સાથે ઘરેથી ચાલવા નીકળ્યા હતા. ચાલતા ચાલતા પૂનમ કોમ્પ્લેક્સ બાજુ ગયા હતા અને ત્યાંથી પરત ઘરે આવતા હતા. તે દરમિયાન કલા દર્શન ચાર રસ્તા પાસે આવેલા નાયરા પેટ્રોલ પંપથી થોડી દૂર રોંગ સાઈડ પરથી ડબલ સવારી બાઈક પર બે આરોપી આવ્યા હતા. પાછળ બેઠેલા આરોપીએ નીચે ઉતરી જયશ્રીબેન પાસે જઈ તેમના ગળામાંથી સોનાનું ત્રણ તોલા વજનનું મંગળસૂત્ર તોડી લીધું હતું અને લાઈક પર બેસી બંને આરોપીઓ શાસ્ત્રી ભાગ તરફ ભાગી ગયા હતા. મંગળસૂત્ર તોડનાર આરોપીએ સફેદ શર્ટ અને કાળા કલરનું પેન્ટ તથા માથા પર કલરવાળો રૂમાલ બાંધ્યો હતો.








