લીંબડી હાઈવે નજીકથી દારૂની 48 બોટલ સાથે 2 ઝડપાયા

- દારૂ,બાઈક સહિત ૬૫ હજારનો મુદામાલ જપ્ત
- દારૂનો જથ્થો આપનાર લીંબડીના શખ્સ અને ખરીદનાર સુરેન્દ્રનગરના બે શખ્સ સામે ગુનો
લીંબડી : લીંબડી હાઈવે નજીક થી વિદેશી દારૂની ૪૮ નંગ બોટલો સાથે બે શખ્સો ઝડપાયા હતા. ઝડપાયેલા શખ્સો પાસેથી પોલીસે વિદેશી દારૂ તથા બે મોબાઈલ તથા એક બાઈક મળીને કુલ રૂપિયા ૬૫, ૭૦૦ નો મુદ્દામાલ કબ્જે કરીને ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.
લીંબડી પોલીસ સ્ટેશનના સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી બે શખ્સ બાઈક પર વિદેશી દારૂનો જથ્થો લઈને લીંબડીથી સુરેન્દ્રનગર તરફ જઈ રહ્યા છે. તેવી બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ વોચ રાખીને સચિન જીતેન્દ્રભાઈ વાઘેલા (રહે.વઢવાણ) તથા પારસ વિનોદભાઈ સોલંકી (રહે. સુરેન્દ્રનગર)ને ઝડપી પાડયા હતાં. બંને શખ્સો પાસેથી વિદેશી દારૂની ૪૮ બોટલ કિ.રૂ. ૫૭૬૦, એક્ટિવા કિ.રૂ. ૫૦,૦૦૦ અને બે મોબાઈલ કિં.રૂ.૧૦,૦૦૦ મળીને કુલ રૂ.૬૫,૭૬૦નો મુદામાલ કબજે કર્યો હતો. તેમજ આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો તે બાબતે પુછપરછ કરતાં રાહુલ (રહે. લીંબડી નદીકાંઠે) પાસેથી લાવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો ભરી આપનાર રાહુલ તથા ખરીદનાર સચિન વાઘેલા અને પારસ સોલંકી સહિત ત્રણેય શખ્સો વિરૂદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.








