- આણંદ ગ્રામ્ય પોલીસની કાર્યવાહી
- પોલીસે રોકડ રકમ 5390 સહિતની મત્તા જપ્ત કરી ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી
આણંદ : આણંદ ગ્રામ્ય પોલીસે બોરીયાવી ગામે છાપો મારીને આંકડાનો જુગાર રમાડતી એક મહિલા સહિત બે વ્યક્તિઓને ઝડપી પાડયા હતા. તેમજ પોલીસે રોકડ રકમ રૂપિયા ૫૩૯૦ સહિતની મત્તા જપ્ત કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આણંદ પાસેના બોરીયાવી ગામે સોનિયાની કુઈ પાસેના સરકારી દવાખાનાની પાછળ રહેતી મહિલા મનીષાબેન રણજીતભાઈ પરમાર આંકડાનો જુગાર રમાડતી હોવાની માહિતી આણંદ ગ્રામ્ય પોલીસને મળી હતી. જેથી પોલીસે બાતમી મળેલા સ્થળે છાપો મારતા ઝાડીની આડમાં એક મહિલા નીચે બેસી કંઈક લખતી હોવાનું અને તેની પાસે એક શખ્સ ઉભો હોવાનું જોવા મળતા પોલીસે બંનેને અટકાવી તેમના નામ રામ અંગે પૂછતા મનીષાબેન રણજીતભાઈ પરમાર અને આંકડો લખાવવા આવેલ શખ્સ વિજયભાઈ હરમાનભાઈ રાઠોડ (રહે બોરીયાવી) હોવાની ઓળખ આપી હતી. પોલીસે બંને શખ્સો પાસેથી રોકડા રકમ રૂપિયા ૫૩૯૦ કબજે લઈ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


