કારમાં સૂકા ગાંજાનો જથ્થો લઇ જતાં અમરેલીના 2 ઝડપાયા: 1 વોન્ટેડ
સાગબારા ધનશેરા ચેકપોસ્ટ પાસે પોલીસે રૂ. 3.62 લાખનો મુદ્દામાલ કબજે લીધો
દેડિયાપાડા : સાગબારા પોલીસે ઘનશેરા ચેકપોસ્ટ પાસે તા. 21 મે ના રોજ સાંજે સઘન ચેકિંગ હાથ ધર્યુ હતુ.તે દરમિયાન કારમાં લઇ જવાતા રૂ.૩,૬૨,૮૫૦ સૂકા ગાંજાની સાથે બે શખ્સ ઝડપાઇ ગયા હતા.સાગબારા પોલીસ ઘનશેરા ચેકપોસ્ટ પાસે સાંજના સમયે ચેકિંગમાં હતી. તે સમયે એક કારમાં અરવિંદ શંભુભાઇ લખતરીયા (રહે. : મૂળ કુંભારવાડો જૂનું ગામ લીલાપુર તા. જસદણ. જી. રાજકોટ, હાલ રહે. બાપા સીતારામ પ્રોવીઝન સ્ટોર, તિરૂપતિ પાર્ક સોસાયટી,આજીડેમ ચોકડીની સામે, ભાવનગર રોડ, રાજકોટ) (2) મહેન્દ્ર વિષ્ણુભાઇ દેવમુરારી (રહે. 97, ટાંકા પાસેનો વિસ્તાર, ચરખા, તા. બાબરા, જી.અમરેલી ) ગેરકાયદે સૂકો ગાંજાનો જથ્થો 36 કિલો 285 ગ્રામ કુલ રૂ. 3,62,850 મોબાઇલ રૂ. 30,000 અને કાર રૂ. 4 લાખ મળી કુલ રૂ. 7,92,850 નો મુદ્દામાલ સાથે બંને આરોપીને પકડી પાડયા હતા. આ સૂકો ગાંજો આપનાર વોન્ટેડ આરોપી મુંગીલાલા જેનું પૂરૂ નામ ખબર નથી.(રહે.રહે. ગદરદેવ, તા. શિરપુર જી. ધુલીયા (મહારાષ્ટ્ર) આપ્યો હતો.આ અંગે સાગબારા પોલીસ મથકે ત્રણ આરોપી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.