Get The App

અમદાવાદ રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં 10 માસથી નાસતા ફરતા બે આરોપી ઝબ્બે

Updated: Dec 29th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદ રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં 10 માસથી નાસતા ફરતા બે આરોપી ઝબ્બે 1 - image

Vadodara : અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુનામાં સંડોવાયેલ છેલ્લા દશેક માસથી નાસતા ફરતા 2 વોન્ટેડ આરોપીઓને વારસીયા પોલીસ ટીમે ઝડપી પાડ્યા હતા. વારસિયા પોલીસે બંને આરોપીઓને આગળની કાર્યવાહી માટે રામોલ પોલીસને સોંપવામાં આવ્યા છે.

વારસીયા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન ફરતા-ફરતા હરણી વારસીયા રીંગ રોડ ઉપર આવેલ પંચશીલ ત્રણ રસ્તા પાસે આવતા બાતમી મળેલ હતી કે, અમદાવાદ શહેર રામોલ પોલીસ સ્ટેશનના ઠગાઈના ગુનામાં નાસતા-ફરતા આરોપીઓ સાહિલ જાનમહંમદ મેમણ (રહે-રામદેવપીરના મંદિરની સામે, ઠાકોરવાસ વડાલી, તા.વડાલી જી.સાબરકાંઠા) તથા અર્જુન ગોપાલભાઈ વણઝારા (રહે-રામનગર વાસ, વલાસણા રોડ, તા.ઇડર જી.સાબરકાંઠા) ઘણાં સમયથી ફોર વ્હિલર ગાડીઓના કટીંગના કેસમાં પોલીસ પકડથી બચવા સારૂ નાસતા ફરે છે અને તેઓ બંન્ને હાલમાં વારસીયા નાથીબાનગર સોસાયટીના નાકા પાસે ડીલક્ષ સિટાડેલ કોમ્પલેક્ષ પાસે ઉભેલ છે તેઓ બન્ને આરોપીઓને બાતમી આધારે હ્યુમન સોર્સની મદદથી બાતમી હકિકતવાળી જગ્યાએથી વારસીયા પોલીસે ઝડપી પાડ્યા હતા. બને આરોપી અટક કરી ગુનાને આગળની કાર્યવાહી માટે રામોલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી મોબાઇલ 3 કિંમત રૂપીયા 30 હજારથી કબજે કરાયા છે.