- જુહાપુરાના શખ્સો પાસેથી કાર સહિતનો મુદ્દામાલ જપ્ત
- મુખ્ય આરોપી સમીર સામે અગાઉ 12 ગુના અને 2 વખત પાસાની કાર્યવાહી થઇ હતી
સાણંદ : સાણંદમાં ગૌવંશની ચોરી કરતી ગેંગના બે આરોપીને ગ્રામ્ય એલસીબી પોલીસે ઝડપી પાડયા છે. પોલીસે જુહાપુરાના શખ્સો પાસેથી કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મુખ્ય આરોપી સામે અગાઉ ૧૨ ગુના અને બે વખત પાસાની કાર્યવાહી થયેલી છે.
અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલીસીબી) એ સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગૌવંશની ચોરી અને પશુઓ પ્રત્યે ક્રૂરતા આચરવાના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
પોલીસે (૧) સમીર ઉર્ફે બાબા જહિરઉદ્દીન મયુદ્દીન મોમીન અને (૨) ખાજા જહીરભાઈ સલીમભાઇ શેખ (બંને રહે. જુહાપુરા, અમદાવાદ) પાસેથી ગુનામાં વપરાયેલી સ્કોપયો કાર અને ૨ મોબાઈલ ફોન કબજે કર્યા છે.
મુખ્ય આરોપી સમીર ઉર્ફે બાબા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેની સામે અગાઉ વેજલપુરમાં (૬), ખોખરા (૩) અને ઇસનપુર, સરખેજ અને સાણંદ પોલીસ સ્ટેશનમાં ચોરી, પ્રોહીબિશન સહિતના ૧૨ ગુના નોંધાયેલા છે. વળી, તેની સામે બે વખત (૨૦૧૭ અને ૨૦૨૧માં) પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓને વધુ તપાસ માટે સાણંદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.


