ઠાસરાના પુરુષની હત્યા કરી લાશ અવાવરું જગ્યાએ ફેંકી દેનાર 2 આરોપી ઝડપાયા

- પિરામણ ગામે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો
- અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી મધ્યપ્રદેશના કિશોર અને તેના ભાઇની પૂછપછ શરૂ કરી
તા. ૨૧ ઓક્ટોબરના રોજ પિરામણ ગામમાં નવીનગરી સામે અજાણ્યા પુરુષના માથાના ભાગે ગંભીર ઈજા સાથે બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેને આરોગ્ય માટે પહેલા ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો અને ત્યારબાદ વડોદરા એસએસજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.પોલીસ તપાસમાં મૃતકની ઓળખ વિષ્ણુ કુમાર ગણપતિસિંહ રાઠોડ (મૂળ રહે.નાના કોતરીયા, તા.ઠાસરા, જિ. ખેડા) થઈ હતી. મૃતકના ભાઈએ સૃથાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપ્યા બાદ ગુનો નોંધાયો હતો. પ્રથમ હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હતો પરંતુ ઇજાગ્રસ્તના મૃત્યુ બાદ ગુનામાં ખૂનની કલમ ઉમેરાઈ હતી.અંકલેશ્વર એ-ડિવિઝન પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે સઘન તપાસ હાથ ધરી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા શંકાસ્પદ શખ્સોની ઓળખ કરી પૂછપરછ દરમિયાન એક કિશોર (ઉ.વ.૧૬ વર્ષ ૯ મહિના) અને તેનો ભાઇ (રહે.મૂળ મધ્યપ્રદેશ) સામે ગુનો દાખલ કર્યો હતો.આ બંનેએ મોબાઈલના પૈસાના વિવાદને લઈ મળી ગુનો કર્યાની કબૂલાત આપી હતી.મુખ્ય આરોપીને તેની સાસરી જી. જાબુઆ (મ.પ્ર.) ખાતેથી ઝડપી લાવી સઘન પૂછપરછ બાદ કાર્યવાહી શરૂ કરી છે.હાલ આ ગુનાની વધુ તપાસ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કરી રહી છે.

