દુબઈથી ગિફ્ટ પેકેટ આવ્યું હોવાનું જણાવી યુવક પાસેથી 2.75 લાખ પડાવી લીધા

Vadodara Fraud Case : વડોદરામાં વાઘોડિયા તાલુકાના અલવા ગામે રહેતો વિનોદ બળવંતભાઈ પઢીયાર વાઘોડિયા જીઆઇડીસીની કંપનીમાં નોકરી કરે છે. વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગયા મહિને હું ફેસબુક જોતો હતો. તે દરમિયાન મારા મોબાઇલમાં એક ફોટા પર ક્લિક કર્યું હતું.
ત્યારબાદ મોબાઈલમાં વોટ્સએપ એપ્લિકેશન મારફતે કોલ આવ્યો હતો અને અજાણ્યા વ્યક્તિઓ વાત કરી જણાવ્યું હતું કે હું ઝમઝમ ઇલેક્ટ્રોનિક(બડે ભાઈ છોટે ભાઈ) દુબઈથી છોટે ભાઈ બોલું છું અને તમને ઇનામ લાગ્યું છે. ઇનામમાં બે આઈફોન તથા સોનાની બુટી, કડીઓ, ડોક્યુ અને પાંચ લાખ રોકડા છે. તેણે મને ફોટા મોકલ્યા હતા તેને જણાવ્યું હતું કે તમારું ગિફ્ટ પેકેજ મુંબઈ એરપોર્ટ આવી ગયુ છે જેમાં તમારે પૈસા જમા કરાવવાના છે તેની વાતોમાં આવીને મેં મારા Google Payથી કુલ 2.75 લાખ જમા કરાવ્યા હતા તેને વધારે પૈસા માગતા મને શંકા જતા તપાસ કરતા મારી સાથે છેતરપિંડી થઇ હોવાનું જણાઈ આવ્યું હતું.

